Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

બાન લેબ્સની કોર્પોરેટ ઓફિસ અઠવાડિયું બંધ રહેશેઃ કર્મચારીઓને બે મહિનાનું એડવાન્સ વેતન

દરેક કર્મચારીને અનાજકીટ સહિતની વસ્તુઓ આપવામાં આવી : કોરોનાના સંક્રમણ સામે સાવચેતીના પગલાંરૂપે મૌલેશભાઈ ઉકાણીનો નિર્ણય

રાજકોટઃ ચીનથી શરૂ થયેલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ઝપટમાં લીધા છે આ જીવલેણ વાયરસ સામે લડત આપવા અને સાવચેતીના પગલાં રૂપે બાન લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ  દ્વારા આગામી આજથી એક અઠવાડિયા સુધી ઓફિસ બંધ રાખીને ઘેરથી શકય એટલું કામ કરવા નિર્ણય કર્યો છે. તેમજ કંપનીના બંને મેન્યુફેકચરિંગ પ્લાન્ટ જે ઉત્તરાખંડ અને હિમાચલ ખાતે આવેલ છે ત્યાં કંપનીના મોટાભાગના ડિપાર્ટમેન્ટ પર અનેક પ્રકારના રિરસતરીક્ષણ મુકવામાં આવ્યા છે.

કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તેલના ડબ્બા,  અનાજ કીટ, દૂધ પાઉડર, હેન્ડવોશ, આયુર્વેદિક ગ્રીન ટી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી.

મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મૌલેશભાઈ ઉકાણી મુજબ દેશમાં કંપનીના કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની મદદ માટે કંપની પૂરતો સહકાર આપશે, કોરોના સામે ડરવાની જરૂર નથી પરંતુ તેની સામે લડત આપવા સાવચેતી રાખવી જરૂરી છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલને અનુસરવી જોઈએ. દેશમાં રહેલા કંપનીના કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની મદદની જરૂર પડે તો કંપની તેને પુરેપુરો સહકાર આપશે. કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ તેની સામે લડત આપવા સાવચેતી રાખવી ખુબ અનિવાર્ય છે. તેમજ સરકાર દ્વારા કરવામાંં આવેલી અપીલને અનુસરવા શ્રી મૌલેશભાઈ   ઉકાણીએ અંતમાં જણાવ્યું છે.(

(12:00 pm IST)