Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજકોટ બ્રાન્ચનો શ્રેષ્ઠ દેખાવ

 ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પશ્ચિમ ક્ષેત્રનો વાર્ષિક એવોર્ડ સમારોહ મુંબઇ ખાતે યોજાયો હતો. કુલ ૩૫ શાખાઓમાં રાજકોટ શાખાની વિદ્યાર્થી પાંખે 'મિડીયા બ્રાંચ કેટેગરી' માં સમગ્ર વિભાગમાં શ્રેષ્ઠ દેખાવ કરી બીજો નંબર મેળવ્યો હતો. રાજકોટ બ્રાંચવતી સ્ટુડન્ટ શાખાના ચેરમેન સી.એ. અંકિત ચોટલીયા, રાજકોટ બ્રાંચના ચેરમેન કલ્પેશ પારેખને આઇ.સી.એ.આઇ.ના ભારતના ઉપપ્રમુખ સી.એ. પ્રફુલ્લભાઇ છાછડ, પશ્ચિમ વિભાગના પ્રમુખ સી.એ. સંદીપ જૈનના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. રાજકોટ બ્રાંચે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહીતના પશ્ચિમ ક્ષેત્રની બ્રાંચો વચ્ચે મેળવેલ આ સિધ્ધી બદલ ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:15 pm IST)