Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વોર્ડ નં.૧૩માં આધારકાર્ડ કેન્દ્ર બંધઃ રોષ

આધારકાર્ડની કામગીરી શરૂ કરવા કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા મ્યુનિ.કમીશ્નરને રજુઆત

રાજકોટ તા. ર૩ : કે હાલ આધારકાર્ડ અંગેની કામગીરી અંગે રાજકોટ મહાનગરપાલિકામાં અંધાધુંધી અને અરાજકતા સર્જાય છે. અને કલાકો સુધી લાંબી લાઇનોમાં ફરજીયાત ઉભા રહેવું પડે છે. તેવો આક્ષેપ જાગૃતીબેને કર્યો છે. હાલ મહાનગરપાલિકાની ૧પ કીટોમાંથી ફકત ૯ ચાલુ છે. અને તા.૧ર માર્ચથી વોર્ડ નં. ૧૩ માં સીવીક સેન્ટરોમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ કરી દીધી હોવાથી શહેરીજનોમાં જેને આધારકાર્ડની જરૂરીયાત હોય તેને કઢાવવા માટે પારાવાર હાડમારી વેઠવી પડે. છેત્યારે તાત્કાલીક આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવા કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા મ્યુનિ.કમીશ્નરને રજુઆત કરી હતી.આ અંગે જાગૃતીબેનએ પઠાવલ પત્રમાં જણાવ્યું હતું દરરોજ સીવીક સેન્ટરે લોકોને ધકકા થતા હોય લોકો અમારા ઘેર આવે છે. કોર્પોરેટરને વિશ્વાસમાં લીધા વગર અને જાણ બહાર સીવીક સેન્ટરોમાં આધાર કાર્ડની કામગીરી પુનઃ શરૂ કરવા તાકિદ કરવામાં આવી છ.ે

(4:12 pm IST)