Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જનજાગૃતિનો પ્રસર્યો સંદેશો...હવામાન વિભાગની ઓફિસે બે દિ' ૮૦૦ વિદ્યાર્થીઓએ નિહાળ્યુ પ્રદર્શન

વિન્ડ પેનલ ડિરેકશન, મેકસીમમ-મિનિમમ થર્મોમીટર, વરસાદ માપક યંત્ર સહિતના સાધનોની કામગીરી સાથે સાથે પર્યાવરણના બદલાવને પગલે સર્જાતી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી

રાજકોટઃ અહીયા આજે વિશ્વ મૌસમ દિવસની ઉવજણી નિમિતે એરપોર્ટ ખાતે કાર્યરત હવામાન વિભાગની કચેરીએ 'વેધર રેડી-કલાયમેટ સ્માર્ટ' શિર્ષક તળે સૌ પ્રથમ વખત ગઇકાલથી બે દિવસીય પ્રદર્શન પ્રારંભ થયો હતોે.જેમાં  વિવિધ શાળાના અંદાજે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ એનોરોઇડ બેરોમીટર, વિન્ડ પેનલ ડિરેકશન, મેકસીમમ-મિનિમમ થર્મોમીટર, વરસાદ માપક યંત્ર એસઆરઆરજી ઓઆરજી જેવા વિવિધ સાધનો નિહાળવા સાથે જ કામગીરીક્ષી જાણકારી મેળવી ખુશી વ્યકત કરી હતી...આ તકે ઇન્ચાર્જ ઓફિસર એન.ડી. ઉકાણી, મેટ્રોલોજીસ્ટ મયુરસિંહ વાળા, સાયન્ટીફિક આસિસ્ટન્ટ મિલનભાઇ પનારા, એમ.એમ.વોરા અને મૌસમ સહાયક એમ.એન.મુલીયાણા સહિતનાએ પર્યાવરણમાં આવી રહેલા બદવાવને પગલે ઉદભવતી પરિસ્થિતિ વિશે પણ માહિતગાર કર્યા હતા.અત્રે નોંધનીય છે કે, પર્યાવરણમાં ડગલેને પગલે આવી રહેલા બદલાવની સીધી અસર મૌસમ ઉપર પડતી હોય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ફલાઇટની આવ-જા વચ્ચે દર કલાકે કલાકે હવામાનનો રિપોર્ટ તૈયાર રાખવો પડે છે...રિપોર્ટ મળ્યા બાદ જ પાયલોટ ફલાઇટને ટેક ઓફ કરાવે છે.તસ્વીરોમાં હવામાન વિશે છાત્રાઓને જાણકારી પુરી પાડતા અધિકારીઓ તથા મૌસમના હાલ-ચાલ જાણવામાં ઉપયોગી વિવિધ સાધનો દર્શાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:10 pm IST)