Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

નવાગામના બુટલેગર સુરેશ ઉર્ફ સુરખી કોળીને પાસા તળે વડોદરા જેલમાં ધકેલાયો

રાજકોટઃ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં મુળ ચોટીલાના પીપળીયા ગામના સુરેશ ઉર્ફ સુરખી ભોપાભાઇ જાડા (ઉ.૨૩) નામના કોળી શખ્સ વિરૂધ્ધ પાસાનું વોરન્ટ ઇશ્યુ થતાં કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયા, હેડકોન્સ. હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, વિજેન્દ્રસિંહ ઝાલા અને દિલીપભાઇ બોરીચાએ વોરન્ટની બજવણી કરી પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દીધો છે. આ શખ્સ કુવાડવા રોડ પોલીસ અને ડીસીબી પોલીસના દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ અને ડીસીપી ઝોન-૧ બલરામ મીના તથા એસીપી બી. બી. રાઠોડની રાહબરી હેઠળ આ કાર્યવાહી થઇ હતી.

(4:08 pm IST)