Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા હાસ્ય દરબાર : રાસ ગરબાની રમઝટ

રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે તાજેતરમાં હેમુગઢવી હોલ ખાતે હાસ્ય દરબારનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં જુનાગઢના જાણીતા હાસ્ય કલાકાર રસીકભાઇ બગથરીયાએ હાસ્ય રેલાવી સૌને મનોરંજનના મહાસાગરમાં રસતરબોળ કર્યા હતા. જયારે વિમલભાઇ મહેતાએ કર્ણપ્રિય લોકગીત અને ગરબાથી સૌને ડોલાવી દીધા હતા. આ પ્રસંગે ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, લોહાણા સમાજના મહીલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, સ્નાતિકા મંડળના પ્રમુખ કુમુદબેન મહેતા, શીલાબેન મહેતા, જૈન  મહીલા અગ્રણી વીણાબેન શેઠ, રાજકોટ નાગરીક બેંકના નિલેશભાઇ શાહ, હાસ્ય કલાકાર સાઇરામ દવેના પિતાશ્રી વિષ્ણુપ્રસાદજી ઉપસ્થિત રહેલ. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલા સમુદાયને આવકારી મહેમાનોનું ચોકલેટ બુકેથી સ્વાગત વુમેન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ કરેલ. તેઓએ સંસ્થાની પ્રવૃતિ વર્ણવી કાર્યક્રમનો હેતુ રજુ કર્યો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ બહેનોએ પણ હાસ્ય દરબાર મન મુકીને માણ્યો હતો. રાસ ગરબાની રમઝટમાં પણ બહેનોએ તાલબધ્ધ રીતે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતાા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી દર્શના મહેતા, દીનાબેન મોદી, કલ્પનાબેન પારેખ, એડવાઇઝર નીતા મહેતા, જયશ્રીબેન ટોળીયા, અલ્કાબેન ગોસ્વામી, સરોજબેન આડેસરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિન્દુ મહેતાએ કરેલ.

(3:53 pm IST)