Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વિજ્ઞાન આપણને સાધન આપશે પણ સંતનો સમાગમ એ સાધનાના ઉપયોગનો વિવેક શીખવશે : પૂ. માધવપ્રિયદાસજી

એસજીવીપી ગુરૂકુલ રીબડા - રાજકોટનો અનાવરણ મહોત્સવ સંપન્ન

રાજકોટ : શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, વ્રજભૂમિ સ્કુલના અધ્યક્ષ શા. નારાયમચરણદાસ રાજકોટજી સ્વામી, નવીનભાઈ દવે, મધુભાઈ દોંગા, કોઠારી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, સાંકળી ગુરૂકુલના સ્વામી વિવેકસાગરદાસજી વગેરેએ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા એસજીવીપી ગુરૂકુલ રીબડા ખાતે ધો.૧થી ૧૨ અંગ્રેજી માધ્યમની (સીબીએસઈ માન્યતા ધરાવતી) ઈન્ટરનેશનલ સ્કુલના અનાવરણ વિધિ પ્રસંગે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે ખરેખર આજે એસજીવીપી ગુરૂકુલ અમદાવાદ, એસજીવીપી ગુરૂકુલ રીબડા અને વ્રજભૂમિ ઈન્ટરનેશનલનો ત્રિવેણી સંગમ થયો છે. અહીં બાળકોને આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર આપશે. સંસ્કાર વિનાનું શિક્ષણ વાંજીયુ છે. ગમે તેવો સોફટવેરનો નિષ્ણાંત હોય પણ જો તેનામાં સંસ્કાર ન હોય તો વિનાશને નોતરે છે નવીનભાઈ દવેના આ રીબડા ફાર્મ પુ. શા. મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને જોગી સ્વામીએ પાવન થયેલ છે. તેમજ અનેકવાર આ ભૂમિ ઉપર શાકોત્સવ થયેલ છે.

આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામી જણાવેલ કે આ જગ્યા સદ્દગુરૂ સંતોની રજથી પાવન થયેલી આ સન ફલાવર સ્કુલ રૂપી ગંગા ગંગોત્રી ઉપરથી લાવનાર જો કોઈ હોય તો નવીનભાઈ દવે છે. શા. નારાયણદાસજી સ્વામીએ સન ફલાવર સ્કુલનું એસજીવીપી અમદાવાદને પ્રેમથી સમર્પણ કરેલ છે. પરિવર્તનો અનેક રીતે હોય છે પણ આ પરિવર્તન પ્રેમથી થયેલ છે તેનો અમને આનંદ છે. ખરેખર સાધુના વચનો નિષ્ફળ જતા નથી. સાધુના વચનો સત્ય થતા હોય છે. વિજ્ઞાન આપણને સાધન આપશે પણ સંતનો સમાગમ એ સાધન વાપરવાનો વિવેક શીખવશે. સ્ટડી, સ્પોટ્ર્સ અને સ્પ્રિચ્યુઆલીટીના ધ્યેય સાથે અહીં ઈન્ટરનેશનલ કક્ષાનું શિક્ષણ આપવામાં આવશે. એસજીવીપી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલ અમેરીકાની એડવાન્સ સીટી સાથે જોડાયેલ છે. એ જ રીતે એસજીવીપી રીબડા ઈન્ટરનેશનલ સ્કુલ બનશે.

ભગવાન શ્રી સ્વામીનારાયણે પ્રબોધેલ સંસ્કારયુકત શિક્ષણ તેમજ તેની સાથે અનેકવિધ સહ અભ્યાસી પ્રવૃતિઓ જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ કોર્ટસ, બોકસીંગ રીંગ, હોકી હેન્ડબોલ યોગા, બેડમિન્ટન, શૂટીંગ, સ્વીમીંગ વગેરે રહેશે. આ મિશ્ર શાળા હોવાથી કન્યાઓને અને બાળકોને ધો.૧ થી ૧૨ સુધી પ્રવેશ આપવો ચાલુ છે. વધુ વિગત તેમજ ફોર્મ માટે રૂબરૂ અથવા મો. નં. ૯૩૭૭૨ ૧૨૩૪૧ ઉપર સંપર્ક સાધવા કનુ ભગતની યાદીમાં જણાવાયુ છે.

(1:08 pm IST)