Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટમાંથી ૭૨માંથી ૨૦ બેઠકો ભાજપે જીતી લીધી : જંગલેશ્વરની ચારેય બેઠકો ઉપર ૪૦૦ મતે ભાજપ આગળ :દોઢ રાઉન્ડ ગણવાનો બાકીઃ કોîગ્રેસનો સફાયો

રાજકોટમાં ૭૨ બેઠકોમાંથી વોર્ડ નં.૧, ૪, ૭, ૧૦ અને વોર્ડ નં.૧૩ની કુલ ૨૦ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે જયારે વોર્ડ નં.૧૬માં ચારેય બેઠકો ઉપર ત્રણ રાઉન્ડના અંતે ૪૦૦ મતે ભાજપ આગળ છે :અહિં દોઢ રાઉન્ડ ગણવાનું બાકી છે :કોîગ્રેસનો ગઢ ગણાતો જંગલેશ્વરના વોર્ડ નં.૧૬ના ભાજપના ચારેય ઉમેદવારો ૪૦૦ મતે આગળ છે

(12:26 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST