Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ઓમનગરનો દિપ અને સગીર ચોરાઉ બાઇક સાથે પકડાયાઃ અન્ય એક ચોરાઉ બૂલેટ સાથે બીજો સગીર પકડાયો

રાજકોટઃ માલવીયાનગર પોલીસે વાહન ચોરીના બે ગુના ડિટેકટ કર્યા છે. જેમાં બે સગીર સહિત ત્રણની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

એક ગુનામાં ઓમનગર જ્ઞાનસોૈરભ સ્કૂલ પાસે રહેતાં દિપ વિજયભાઇ સોલંકી (ઉ.૨૧) તથા એક સગીરને પકડી લઇ નંબર પ્લેટ વગરનું હોન્ડા બાઇક કબ્જે કર્યુ છે. આ બાઇક બંનેએ ચોરી કર્યાની બાતમી કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજા તથા દેવાભાઇ ધરજીયાને મળી હતી. તેના આધારે પુછતાછ થતાં ચોરી કબુલતાં બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક બનાવમાં નંબર વગરનું બૂલેટ રૂ. ૧ લાખનું એક સગીર ફેરવતો હોવાની બાતમી પીએસઆઇ ચંપાવત અને મશરીભાઇ ભેટારીયાને મળતા સગીરને પકડી લેવાયો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરાની સુચના હેઠળ પીઆઇ એન. એન. ચુડાસમા, વેલુભા, દિગુભા સહિતે આ કામગીરી કરી હતી.

(11:53 am IST)