Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

મવડી રીંગ રોડ વિષ્ણુનગરમાં સગુણાબેનના ઘરમાં દરોડોઃ જૂગાર રમતાં ૧૦ પકડાયા

રાજકોટઃ માલવીયાનગર પોલીસે મવડી ૧૫૦ રીંગ રોડ પર રાધે હોટેલ સામે વિષ્ણુનગર-૨ કર્મા પાનવાળી શેરીમાં રહેતાં સગુણાબેન વશરામભાઇ પરમાર (ઉ.૫૨)ના ઘરમાં દરોડો પાડી તેને તથા દક્ષાબેન કિર્તીભાઇ સોની (રહે. શિવમ્ પાર્ક-૪), દક્ષાબેન મુકુંદભાઇ જોષી (રહે. આકાશદિપ-૧), સપનાબેન નિલેષકુમાર વ્યાસ (રહે. ખોડિયારનગર-૭), દક્ષાબેન અરજણભાઇ રાઠોડ (રહે. પ્રમુખનગર-૫), ભાવનાબેન સુરેશભાઇ વ્યાસ (રહે. ગોવર્ધન ચોક), ગીતાબેન નવલભાઇ વયસ (રહે. ખોડિયારનગર), મુકુંદભાઇ જગન્નાથભાઇ જોષી (રહે. આકાશદિપ-૧), સુરેશભાઇ કામેશ્વરભાઇ વ્યાસ (રહે. ખોડિયારનગર) અને જગદીશ વશરામભાઇ પરમાર (રહે. વિષ્ણુનગર-૨)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૩૦૫૦ની રોકડ કબ્જે કરી હતી. પીએસઆઇ જે. એસ. ચંપાવતની બાતમી પરથી પીઆઇ ચુડાસમા, એએસઆઇ વેલુભા ઝાલા, હેડકોન્સ. દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ. મશરીભાઇ ભેટારીયા, હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, દેવાભાઇ ધરજીયા સહિતે આ દરોડો પાડ્યો હતો.

(11:55 am IST)