Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ચોર મચાયે શોરઃ જલારામ-૨માં ધવલભાઇ કામદારની ઓફિસમાંથી ૧.૮૭ લાખની ચોરી

તસ્કરો રોકડા રૂ. ૨૩૦૦ અને પાંચ લેપટોપ ચોરી ગયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩: તસ્કરોનો ઉપાડો ચાલુ જ રહ્યો છે. ચોરીનો વધુ એક બનાવ બન્યો છે.  જલારામ-૨ શેરી નં. ૫માં જગદીશન માર્ગ પર આવેલા ધર્મભકિત નામના મકાનમાં બેસી બ્રોકીંગનો બિઝનેસ કરતાં વણિક વેપારીની ઓફિસવાળા મકાનના તાળા તોડી તસ્કરો રૂ. ૧,૮૭,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી અમીન માર્ગ પર સ્ટાર વિન્ટેજ એપાર્ટમેન્ટ-૨ બંસી પાર્કમાં રહેતાં જૈન વણિક વેપારીનધવલભાઇ પ્રફુલભાઇ કામદાર (જૈન) (ઉ.૪૪)ની ફરિયાદ નોંધી છે. ધવલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે  જલારામ-૨માં આવેલુ કશ્યપભાઇ પારેખનું મકાન બિઝનેસ માટે ભાડેથી રાખ્યું છે. ૧૯/૨ના રોજ પોતે આ મકાન (ઓફિસ)ને તાળા લગાવી ઘરે ગયા હતાં. તે વખતે ઓફિસમાં પાંચ લેપટોપ, રૂ. ૨૩૦૦ રોકડા હતાં. ૨૦મીએ સવારે નવેક વાગ્યે ઓફિસમાંકામ કરતાં અમિતભાઇ બળવંતભાઇ માકડીયાએ ઓફિસના તાળા તૂટેલા હોવાની જાણ કરી હતી. મેં ત્યાં જઇ તપાસ કરતાં બધો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને ઓફિસમાં રાખેલી રોકડ તથા પાંચ લેપટોપ જેમાં એક એપલ કંપનીનું રૂ. ૩૫ હજારનું, બીજુ લિનોવો રૂ. ૨૫ હજારનું, ત્રીજુ ૫૦ હજારનું, ચોથુ  એચપી કંપનીનું ૨૫ હજારનું અને પાંચમું ૫૦ હજારનું મળી કુલ રૂ. ૧,૮૫,૦૦૦ના લેપટોપ ગાયબ હતાં. 

આ બનાવ અંગે મેં મારા પત્નિને જાણ કરી હતી અને ઘરમેળે જ તપાસ કરી હતી. પણ પત્તો ન મળતાં અંતે ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામના પી.એસ.આઇ. એન. બી. ડાંગર અને ભગીરથસિંહે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:00 pm IST)