Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

મેડિકલ સ્ટોર્સમાં ચોરીના બનાવો વધ્યાઃ ચોરીનું દૂષણ લૂંટફાટ સુધી પહોંચે એ પહેલા આવા તત્વોને પકડો

રાજકોટ કેમિસ્ટ એસોસિએશનની પોલીસ કમિશ્નરને ઉદ્દેશીને લેખિત ફરિયાદ

રાજકોટઃ શહરેના કેમિસ્ટ એસોસિએશને પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલોૈતને આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે શહેરના ઘણા મેડિકલ સ્ટોરમાંથી રાત્રીના સમયે ચોરીના બનાવ વધ્યા છે. મેડિકલ સ્ટોર એ લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો ધંધો છે. મોડી રાત્રી સુધી મેડિકલ સ્ટોર ખુલ્લા રહેતા હોય છે. ચોરીથી શરૂ થયેલુ દુષણ લૂંટફાટ સુધી પહોંચે એ પહેલા ડામી દેવાની જરૂર છે. અમારી દુકાનોમાંથી નારકોટીકસ અથવા માત્ર પ્રિસ્ક્રીપ્શન પર વેંચાણ કરી શકાતી દવા તેમજ નશાકારક દવાઓની ચોરી થાય અને તેનો કોઇ જગ્યાએ દુરૂપયોગ થાય તો કોણ જવાબદાર? આવા અનેક સવાલો ઉભા થયા છે. આ માટે પોલીસે મેડિકલ સ્ટોર્સમાંથી ચોરી કરતી ટોળકીને પકડી લેવી જરૂરી છે. અમારો ભય પોલીસ તાકીદે દુર કરે તેવી અમારી માંગણી છે. રજૂઆતમાં એસોિએશનના પ્રમુખ મયુરસિંહ એસ. જાડેજા, ઉપપ્રમુખ સત્યેન પટેલ, મંત્રી અનિમેષ દેસાઇ તથા તમામ સભ્યો જોડાયા હતાં. ડીસીપી ઝોન-૧ બલરામ મીણાને આવેદન અપાયું હતું તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:31 pm IST)