Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

વોર્ડ નં. ર માં કોંગ્રેસની મીટીંગ : વિજય સંકલપ

રાજકોટ : આગામી મહાનગરપાલીકાની ચુંટણીમાં વોર્ડ નં. ર માં કોંગ્રેસ જળહળતો વિજય મેળવે તેવા સંકલપ સાથે એક મીટીંગ યોજવામાં આવી હતી. કોંગ્રેસના સેક્રેટરી અને ગુજરાતના સહ પ્રભારી જીતેન્દ્ર બાધેલજી તેમજ શહેર પ્રભારી રોહતાસ બેદીજી, વિધાનસભાના પૂર્વ નેતા અને રાજકોટના નિરીક્ષક નરેશભાઇ રાવલ, પ્રદીપભાઇ ત્રિવેદી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, ગોપાલભાઇ અનડકટ, રાજદીપસિંહ જાડેજા, વોર્ડ નં. ૨ ના પ્રમુખ કૃષ્ણદતભાઇ રાવલ, યુનુસભાઇ જુણેજા, રજતભાઇ સંઘવી, શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા, મનુભાઇ સોનારા, બાવાભાઇ દલ, જીતુભાઇ ઠાકર, દેવેન્દ્રસિંહ રાણા, સલીમભાઇ કારીયાણીયા, મયુરભાઇ શાહ, શૈલેષભાઇ મહેતા, અશોકસિંહ ચૌહાણ, અફઝલભાઇ જુણેજા, દિપકભાઇ રાવલ, ઘનશ્યામભાઇ મકવાણા, ભિખાભાઇ પાડસરીયા, ભાવેશભાઇ વાઘેલા, વહીદાબેન ગાંજા, અસ્મીતાબેન ગઢીયા, ફરીદાબેન શેખ, જાદવબેન વગેરે ઉપસ્થિત રહેલ. હેલ્મેટ, માસ્કના નામે ઇ -મેમો અપાવી ભાજપના ઇશારે લોકોને કરાતી હેરાનગતી સામે બળાપો ઠાલવવામાં આવ્યો હતો. પાણી, ગટર અને રોડ રસ્તાના પ્રશ્નો ઉકેલવાને બદલે લોકોની મુશ્કેલીઓ વધારવા પ્રયાસ થઇ રહ્યાનો આક્રોશ વ્યકત કરાયેલ. આગામી ચુંટણીમાં ભાજપને તેનો જવાબ આપવા આ બેઠકમાં ધ્રુજારો વ્યકત કરાયો હોવાનું કૃષ્ણદત રાવલની યાદીમાં જણાવાયુ છે.

(3:20 pm IST)
  • ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ થઈ શકે છે : ભુપેન્દ્રસિંહજીએ આપ્યા સંકેત : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ધો.૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થઈ શકે છે : હાલ ધો. ૧૦ અને ૧૨ની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે અને શાળાઓ હાલ નોર્મલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે : આ અંગે ૨૭મીએ ચર્ચા - વિચારણા કરવામાં આવશે access_time 12:17 pm IST

  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST