Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

કેફી પીણું પીવાના ગુનામાં કેશોદના શખ્સને છ માસની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા ૨૩ :  અત્રે પરમીટ વગર કેફી  પ્રવાહી પીવા અંગે પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ કેશોદના રમેશ નાથા રાવલીયાને અત્રેની અદાલતે છ માસની સજા ફટકારી હતી.આ  કામ ે સરકારી વકીલ કે.બી. બ્રહ્મભટ્ટે  સરકાર પક્ષે રજુઆત કરીને આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય સજા કરવાની માંગણીકરી હતી.

આ કામે ફરીયાદ પક્ષના કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી તા. ૧૨/૪/૨૦૧૮ ના રોજ ૧૬.૦૦ વાગ્યાના સુમારે કેશોદ ઉતાવળી નદીના કાંઠે જાહેરમાં ગેરકાયદેસર પરમીટ વગર  કેફી પીણું પીધેલ હાલતમાં  મળી આવેલ  અને  તપાસના અંતે આરોપી સામે પ્રોહીબીશન એકટ ની કલમ-૩૩(૧) બી તથા ૮૫.૧ મુજબ હાલન ુંચાર્જશીટ કરવામાં આવેલ હતું.ક્રિ.પ્રો.કો. કલમ-૨૪૮ (૨) અન્વયે આરોપી રમેશભાઇ નાથાભાઇ રાવલીયાનાઓને પ્રોહીબીશન કલમ-૬૬(૧)બી માં તકસીરવાન ઠરાવીને ૬ (છ) માસની સાદી કેદનો હુકમ કરવામાં આવે છે તથા તે સાથે રૂપિયા ૧૦૦૦/- (અંકે એક હજાર પુરા) દંડ કરવામાં આવે છે, જો આરોપી દંડ ન ભરે તો ૧ (એક) માસની સાદી કેદનો વધુ   હુકમ કરવામાં આવે છે તેવો કેશોદના જયુડી. મેજી. કપીલ આર. ગોહેલ ચુકાદો આપેલ હતો.

(11:43 am IST)