Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

દીકરી જન્મને વ્હાલથી વધાવવા શાળાઓના ઓરડામાં એનું નામ લખાશે

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે જાગે તો સવાર...: મહિલા શિક્ષકો પરિવારને શુભેચ્છા આપશેઃ ડી.ડી.ઓ.નો નૂતન અભિગમ

રાજકોટ તા. રર :.. જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ બેટી બચાવો અભિયાનને વેગ આપવા પ્રાથમિક શાળાઓને સાંકળી નૂતન અભિગમ અપનાવ્યો છે. તે મુજબ પંચાયત શાળા પરિવાર દીકરી જન્મતા વ્હાલથી વધામણા કરશે.

જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ ૯૦૦ જેટલી પ્રાથમિક શાળાઓ જોગ પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે સમાજમાં દિકરી જન્મ માટે લોકજાગૃતી આવે તેના ભાગરૂપે તમામ ગામોમાં જે પરીવારમાં દિકરીઓ જન્મ થાય ત્યારે જે તે ગામની સરકારી પ્રાથમિક શાળાનાં મહિલા શિક્ષકોએ દિકરી જન્મને વધાવવા તેમજ પરીવારને શુભકામના પાઠવવા માટે શાળા સમય બાદ અથવા રીશેષના સમયે જન્મ લેનારદિકરીનાં ઘરે જવું. તેમજ શકય હોય ત્યાં સુધી તમામ શાળાઓમાં ઓરડાઓનાં નામ નવી જન્મેલી દિકરીનાં નામ પર રાખવા. શાળા કક્ષાએ બાળકોનાં હિમોગ્લોબીનની ચકાસણીનાં કાર્યક્રમો આરોગ્ય વિભાગનાં સંકલનમાં રહી કરવા.

(3:59 pm IST)