Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

લૂંટારા બેફામઃ સરનામુ પૂછવાના બહાને ખત્રી મહિલાના ગળામાંથી ૪૦ હજારના ચેઈનની ઝોંટ

કાલાવડ રોડ વૃંદાવન સોસાયટીમાં બનાવઃ બે શખ્સ બાઈક પર છનનન

રાજકોટ, તા. ૨૩ :. કાલાવડ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં શાકભાજી લેવા નીકળેલા ખત્રી મહિલાના ગળામાં ઝોંટ મારી બે શખ્સો ચેઈનની ચીલઝડપ કરી નાસી જતા ફરીયાદ થઈ છે. બેફામ બનેલા લૂંટારા પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.

મળતી વિગત મુજબ વૃંદાવન સોસાયટી બ્લોક નં. ૭૮માં રહેતા નયનાબેન જયેન્દ્રભાઈ આશરા (ઉ.વ. ૫૭) સવારે શાકભાજી લેવા માટે પોતાના ઘરની બહાર ઉભા હતા. ૩૫ થી ૪૦ વર્ષના બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી નયનાબેનને સરનામુ પૂછતા નયનાબેન કંઈ બોલે તે પહેલા જ બાઈક પાછળ બેઠેલા શખ્સે ગળામાં ઝોંટ મારી રૂ. ૪૦ હજારનો સોનાનો ચેઈન ઝુંટવી નાસી ગયા હતા. બનાવ બનતા મહિલાએ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ટી.ડી. ચુડાસમા સહિતે મહિલાની ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે.

(4:33 pm IST)