Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જગ્યા રોકાણનો સપાટો

૪ દિવસમાં ૨૩ રેકડી કેબીનો જપ્તઃ ૨૪ હજારનો દંડ

જંકશન, જયુબેલી રોડ, લક્ષ્મીનગર, રામાપીર ચોકડી, શનિવારી બજાર, ધરાર માર્કેટ વગેરે સ્થળોએ ચેકીંગઃ ૭૨૦ કિલો શાકભાજી - ફળો જપ્તઃ ૧૦૫ કિલો ઘાસચારો - ફુલનો જથ્થો જપ્ત

રાજકોટ તા. ૨૩ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૭ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ઘાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામ આવી હતી. રસ્તા પર નડતર ૨૩ રેંકડી-કેબીનો ગોંડલ રોડ, ધરાર માર્કેટ, મવડી રોડ, મવડી હોકર્સ ઝોન, જયુબેલી માર્કેટ, હોસ્પિટલ રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, કાલાવડ રોડ, સોરઠીયા વાડી વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૩૭ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે કાલાવડ રોડ, જયુબેલી, લક્ષ્મીનગર, ગોંડલ રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, ધરાર માર્કેટ, શનિવારી બજાર વિગેરે સ્થળોથી જપ્ત કરવામાં આવી હતી, ૭૨૭ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, રેલ્વે જંકશન રોડ, ધરાર માર્કેટ, જંકશન મેઈન રોડ, જયુબેલી માર્કેટ, રેલ્વે જંકશન રોડ, રામાપીર ચોકડી, ધરાર માર્કેટ, શનિવારી બજાર વિગેરે પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, કુલ ૧૦૫ કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ પારેવડી ચોક, રામનાથ પરા, કેશરી પુલ માંથી જપ્ત કરવામાં આવ્યું હતું, તેમજ રૂ. ૨૪,૨૫૦ વહીવટી ચાર્જ જંકશન રોડ, હનુમાન મઢી, મોટી ટાંકી, હુડકો, કેશરીપુલ, જયુબેલી માર્કેટ, જામનગર રોડ, પાટીદાર ચોક, કનક રોડ, સોરઠીયા વાડી, પેલેસ રોડ, રેલનગર પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ ૦૩ હોકર્સ ઝોન પારુલ ગાર્ડન, હુડકો અને ન્યારી ફીલ્ડર હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:32 pm IST)