Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આઠેક અધિક કલેકટરો સહિત ર૦થી વધુ અધિકારીઓ નિમણૂક માટે પ્રતિક્ષામાં!

આ છે સરકાર... અત્યારે કામ કંઇ નહિ, પગાર યથાવતઃ નવા-જુના મંત્રીઓના સ્ટાફની નિમણૂક થઇ નથી

રાજકોટ, તા. ર૩ : રાજયમાં વિધાનસભાની ચૂંટણી પછી નવી સરકારની રચનાને એક મહિનો પૂરો થવા આવ્યો છે, પરંતુ હજુ જુના મંત્રીઓને ત્યાંથી મુકત થયેલા અધિકારીઓની નવી નિમણૂકનું ઠેકાણુ નથી.

નવા મંત્રીઓને પણ સ્ટાફની ફાળવણી થઇ નથી. કુલ આઠ જેટલા અધિક કલેકટર કક્ષાના અધિકારીઓ ઉપરાંત સચિવાલય કેડરના મળી કુલ વીસથી વધુ અધિકારીઓ નિમણૂંક માટે પ્રતિક્ષામાં હોવાનું જાણવા મળે છે. નવા મંત્રીઓએ પસંદગીના સ્ટાફની યાદી મુખ્યમંત્રીને મોકલી દીધી છે. સરકારની અનિર્ણાયકતાના કારણે ર૦થી વધુ ઉચ્ચ અધિકારીઓ વિધિવત કોઇ કામ વિના પગાર મેળવી રહ્યાનું જાણવા મળે છે.

(11:38 am IST)