Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સમન્વય ગ્રુપના રકતદાન કેમ્પમાં ૪૧૧ રકતની બોટલ એકત્ર

રાજકોટઃ અત્યારે કોરોનાની મહામારીની પરીસ્થિતીમાં જયારે રકતદાન કેમ્પ ખુબ જ ઓછા થતા હોય તેમજ તમામ પ્રકારના બ્લડની ખુબ જ અછત રહેતી હોય ત્યારે સમન્વય હાઇટસ ગૃપ દ્વારા અમદાવાદ કેન્સર અને રાજકોટ સીવીલ હોસ્પીટલના થેલેસેમીયાગ્રસ્ત, કેન્સર કીડની તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે ત ેહેતુથી રકતદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં ૪૧૧ બ્લડની બોટલ્સ એકત્રીત થયેલ.

આ રકતદાન કેમ્પમાં શ્રી કિશોરભાઇ હાપલીયા-કનૈયા ગૃપ બીપીનભાઇ વિરડીયા, પરમેશ્વરી ગૃપ (તન્વી ગોલ્ડ કાસ્ટ) શ્રી ધર્મેશભાઇ પારેખ, શ્રી મનસુખભાઇ તલસાણીયા, માનવ સેવા એ જ પ્રભુ સેવા ગૃપ, શ્રી નીતીનભાઇ ઘાટલીયા, એન.એમ.ગૃપ તેમજ શ્રીમદ રાજચંદ્ર સેવા ગૃપના શ્રી વિનય જસાણી, વૈભવ વખારીયા, નલીન શાહ, કેતન પટેલ તેમજ સમન્વય હાઇટસના સ્ટાફ તેમજ પરીવારજનોએ સેવા આપેલ અમદાવાદ કેન્સર અને રાજકોટ સીવીલ હોસ્પીટલના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ તથા સ્ટાફ મિત્રોએ માનદ સેવા આપી હતી.

(3:59 pm IST)