Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સામાકાંઠે મ.ન.પા.ના પ્લોટમાંથી ગેરકાયદે ઓરડીનું ડીમોલીશન

રાજકોટ :  મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે સામાકાંઠા વિસ્તાર પૈકી વોર્ડ નં. પ માં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને અંદાજે રૂ. ર,પ૦,૦૦,૦૦૦/- ની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ. જે અંતર્ગત ટી.પી. સ્કીમ નં. ૮ (રાજકોટ) ના શોપીંગ સેન્ટર  હેતુના અંતિમ ખંડ નં. ૧૯પ પૈકીમાં ગેરકાયદેસર થયેલ ઓરડીનું બાંધકામ દૂર કરેલ અને પ૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાયેલ તે વખતની તસ્વીર. કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા ઈસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર એ.એચ.દવે, એસ.એસ. ગુપ્તા, વી.વી. પટેલે તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર જગ્યા રોકાણ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:41 pm IST)