Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ગઢડા મંદિર વિવાદઃ તત્કાળ પગલાં ભરવા રજૂઆત

આચાર્ય પક્ષના સત્સંગીઓનું આવેદનઃ જવાબદારો સામે કાર્યવાહી કરી, સત્યની સ્થાપના કરો

રાજકોટ તા. રર :.. ગઢડા સ્વામિ નારાયણ મંદિર વિવાદ પ્રશ્ને આચાર્ય પક્ષના સત્સંગી અગ્રણીઓને આવેદન આપીને જવાબદારો સામે તત્કાળ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

રતીલાલભાઇ ભાલોડિયાએ જણાવ્યું હતું ક, તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો કોરોના ગાઇડ લાઇન અનુરૂપ સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ કાર્યક્રમો અપાશે.

આવદનમાં જણાવ્યું છે કે,  ટ્રસ્ટી બોર્ડની મીટીંગ મળી ત્યારે કોરમ ન હોવાથી મીટીંગ મુલત્વી રાખી એજન્ડા નવી તારીખનો કાઢી, તેમાં સ્વામી હરજીવનદાસ મંદિરમાં હાજર હોવા છતાં મીટીંગમાં હાજર રહેલ નહીં જેથી સ્કીમની જોગવાઇ મુજબ હાજર ટ્રસ્ટીઓએ મીટીંગ શરૂ કરી ચેરમેન તરીકે પાર્ષદ રમેશ ભગતની નિમણુક કરી અને ઉપર દર્શાવેલ વિગતોના આધારે અન્ય દસ્તાવેજી પુરાવાના આધારે સ્વામી હરજીવનદાસને સ્કીમ મુજબ ગેરલાયક ઠરતા હોય ગેરલાયક ઠરાવી ટ્રસ્ટના સભ્ય પદેથી દુર કરેલ. અને તે સંબંધે જે તે કચેરીઓમાં જાણ કરેલ અને ટ્રસ્ટના લેટરપેડ ઉપર નવનીયુકત ચેરમેન શ્રીએ ગઢડાના પોલીસ અધિકારી પાસેથી સ્વામી હરજીવનદાસ અને તેમના મળતીયાઓ કાયદાનો  કચેરી તરફથી ખરી નકલ આપવામાં આવી પરંતુ ત્યાગી વિભાગના સભ્યોએ જજમેન્ટ લીક કરેલ હોવાથી અને પહેલેથી કાવતરૃં કરી બળજબરીથી ટ્રસ્ટ વહીવટ પોલીસ સાથે વહીવટ કરી પોલીસને ફોડીને મેળવી લેવાનું આયોજન કરેલુ તેના ભાગરૂપે આંતર જિલ્લા મુસાફરો સામે પ્રતિબંધ હોવા છતા તે બંને ત્યાગીઓએ વડતાલ ડભાણ વ્રજભુમિ દ્વારકા, સરધાર, રાજકોટ, નવાગામ, લોજ, અમરાપુર, ગઢડા વગેરે ગામોએથી સંતો પાર્ષદો અને મળતિયાઓ આશરે ૧૩૦ બોલાવેલા તે તમામ લોકડાઉનના હિસાબે મંદિરના દરવાજા, બંધ કરી તાળુ મારેલું હતું ત્યાં તારીખ ૩૦/પ/ર૦ર૦ ના રોજ ૩ કલાકે હાજર થઇ ગયેલા તેથી બપોરે ૩ કલાકે કે મંદિર દરવાજા બહાર ઉભા હતા અને તે બંને ત્યાગીઓએ અને તેના મળતિયાઓ, પ્રાંત અધિકારી જુનાગઢ તથા જુનાગઢ પોલીસ કચેરી અને તેના ડીવાયએસપી વગેરેની સાથે સમજુતી કરી ગેર લાભ આપી ફોડી લીધા જેના હિસાબે ચુકાદાની ખરી નકલ મળ્યાની ૧પ મિનિટમાં પોલીસ કચેરીમાં તે બંને ત્યાગીઓને પોલીસ પ્રોટેકશન પુરી પાડવા માટેના હુકમ થઇ ગયા અને બપોરના ૩.૩૦ કલાકે પોલીસની ગાડીઓ તથા ડીવાયએસપી તથા પ્રાંત અધિકારી-જુનાગઢ આવી ગયેલા અને મંદિરનો દરવાજો લોકડાઉનના હિસાબે બંધ કરી અંદરથી તાળુ મારેલુ હતું તે ખોલવા માટે સત્તા અધિકારનો દુરૂપયોગ કરેલો, ધાકધમકીઓ આપેલ અને મંદિરનો દરવાજો તે બંને ત્યાંગીઓએ ગેરકાયદેસર રીત અંદરથી ખોલાવી નાખેલો જેથી તે તમામ લોકોએ બપોરના ૩.૪પ કલાકે લોકડાઉનના કાયદાનો ભંગ કરી મંદિરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલ અને વહીવટદાર ટ્રસ્ટીઓ પાસેથી વહીવટ સોંપી દેવાની માંગણી કરેલી.

પ્રાંત અધિકારી સાથે થયેલ સમજુતીનીના ભાગરૂપે ટ્રસ્ટની મંદિરમાં આવેલ ઓફિસના તાળાઓ તોડી, નકૂચા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી તેમજ કબાટના લોક તોડી રોકડ રકમ સોના તથા અગત્યની ફાઇલો અને દસ્તાવેજોની ચોરી કરી તેમજ કોમ્પ્યુટર અને ચેરમેનની ઓફિસનો કબજો મેળવવા પ્રયત્ન કરતા કબજો નહીં મળતા જુનાગઢ ડીએસપીને બોલાવેલા અને જુનાગઢ ડીએસપીએ તેમને વહીવટી કરતા ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવી છે ગેરકાયદેસર કબજો નહીં લેવાયા તેમ જણાવી દરવાજો ખોલાવી અને બળજબરી કરી ચેરમેનની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમનો કબજો કર્મચારીઓ પાસેથી લીધેલ છે.

આવેદનમાં આગળ જણાવ્યું છે કે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર પ્રમાણે જુનાગઢ ડીએસપી સમક્ષ ફરીયાદ કરવામાં આવે તો તે ફરીયાદ સ્વીકારી કાયદેસરની કાર્યવાહી કરવાનો ઓર્ડર હોવાથી ફોજદારી ફરીયાદ ડી.એસ.પી. જુનાગઢ સમક્ષ કરવામાં આવેલ ગુનો બનતો હોવા છતાં ૪ (ચાર) માસ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને એફ.આઇ.આર. કરેલ નથી. જેથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ એપ્લિકેશન કરેલ છે અને પોલીસ દ્વારા નાણાકીય ગેરલાભો મેળવી કાયદા વિરૂદ્ધ કાર્યવાહી કરી ટ્રસ્ટના વહીવટ ગેરકાયદેસર રીતે ત્રાહિતોને સોંપી દેવામાં આવેલ છે. આમ અમારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોલીસ લાંચ મેળવી લાંચ  આપનારાઓને મદદ કરી ટ્રસ્ટનો વહીવટ અપાવવાની કાર્યવાહી કરે છે તે નિર્વિવાદ હકિકત છે.  આ મામલે તત્કાળ પગલાં ભરવા આવેદન અપાયું છે, તેમ રતીલાલભાઇ ભાલોડિયાએ જણાવ્યું હતું.

(2:50 pm IST)