Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કોર્પોરેશનનાં અધિકારીઓ સામે ખાતાકિય તપાસમાં ઢીલ કેમ ? વિધાનસભામાં પ્રશ્ન ગાજશે

કોર્પોરેશનનાં ચોથા વર્ગનાં કર્મચારીનાં આપઘાત પ્રકરણ બાબતે પ મહિના બાદ પણ ખાતાકીય તપાસ નથીઃ પછાત વર્ગ કર્મચારી મંડળની વધુ એક રજુઆત

રાજકોટ તા. રરઃ મ્યુ. કોર્પોરેશનનાં અધિકારી સામે ખાતાકિય તપાસમાં અસહય ઢીલાસ અંગે હવે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માટે પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા ચક્રો ગતિમાન થયા છે અને આ બાબતે વધુ એક વખત શહેરી વિકાસ વિભાગનાં મુખ્ય સચિવને રજુઆત કરાઇ છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે ''૯-૭-૧રનાં રોજ કોર્પોરેશનનાં સીટી ઇજનેર ચિરાગ પંડયા, ડે. ઇજનેર જીતેન્દ્રસિંહ ઝાલા, એ.ઇ.ઇ. અશ્વિન કણઝારિયા વિરૂધ્ધ ડ્રેનેજ શાખાનાં મજુર કર્મચારી સ્વ. અશોક ચાવડા આપઘાત પ્રકરણમાં એટ્રોસીટી એકટ ૩(૧) ૧૦ ત્થા ૩(૩) પ મુજબ રાજકોટ પોલીસમાં ગુન્હો નોંધાયો છે.

આ ત્રણેય અધિકારીઓ સામે ગુન્હો નોંધાયા બાદ તેઓની સામે ખાતાકીય તપાસ કરે ૧ મહિનામાં રિપોર્ટ સોંપવા મ્યુ. કમિશ્નરનો હુકમ હોવા છતચાં આ ઘટનામાં ૬પ મહિના પછી પણ ખાતાકિય તપાસ પૂર્ણ થઇ નથી, ત્યારે આ બાળકો તાત્કાલીક કાર્યવાહી કરાવવા રજુઆત છે.

આ રજુઆતમાં મંડળનાં પ્રમુખ પી. કે. રાખૈયા અશોકભાઇ રાઠોડ સહિતનાં હોદેદારો જોડાયા હતા. (૭.૪૧)

(3:51 pm IST)