Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સલમાન-શિલ્પા માફી માગેઃ વાલ્મિકી સમાજમાં રોષ

સમાજ માટે અભદ્ર, અપમાનજનક, અસંવિધાનીક શબ્દો વાપરવા બદલ કાર્યવાહીની ડીસીપી કરણરાજ વાઘેલા સમક્ષ રજૂઆત

રાજકોટ, તા. ૨૨ :. ટાઈગર જીંદા હૈ... ફિલ્મ વિશે ટેલીટોકમાં સલમાન ખાન દ્વારા ડાન્સ સ્ટેપ બાબતે વાલ્મિકી સમાજનું અપમાન થાય તેવી ભાષા વાપરવા બદલ વાલ્મિકી સમાજમા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સામે રોષ ભભૂકી ઉઠયો છે. ગઈરાત્રે ફિલ્મ રીલીઝ થઈ હતી તે ગેલેકસી સિનેમા નજીક વાલ્મિકી સમાજના યુવકોએ ઉમટી પડી રોેષ ઠાલવ્યો હતો. આજે સવારે આ મામલે પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરની અનઉપસ્થિતિમાં ડીસીપી કરણરાજ વાઘેલાએ રજૂઆત સાંભળી હતી.

પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉપસ્થિત વાલ્મિકી સમાજના આગેવાનો અને યુવાનોએ રોષભેર પત્રકારોને જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી સલમાન અને શિલ્પા શેટ્ટી માફી નહી માગે ત્યાં સુધી વાલ્મિકી સમાજનો વિરોધ ચાલતો રહેશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને કેટરીના સાથેની એક ટેલીવિઝન મુલાકાતમા વાલ્મિકી સમાજ માટે આવા અભદ્ર શબ્દો વાપર્યા હતા જ્યારે શિલ્પા શેટ્ટીએ પોતાના ટૂંકા પહેરવેશ સંદર્ભની ચર્ચામાં વાલ્મિકી સમાજની નાલેશી થાય તેવા શબ્દો વાપર્યા હતા. આ શબ્દો અસંવિધાનીક હોવાથી બન્ને સામે કાયદાકીય કાર્યવાહીની માંગણી વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવી ત્યારની તસ્વીરમાં સૌરાષ્ટ્ર સફાઈ કામદાર ઈન્ચાર્જ શ્રી મુકેશભાઈ પરમાર, પૂર્વ ભાજપી નગરસેવક કરશનભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા, શંકરભાઈ વાઘેલા, ગૌતમભાઈ ચૌહાણ, કપીલભાઈ વાઘેલા, અજયભાઈ વાઘેલા, રામભાઈ લઢેર, લલીતભાઈ પરમાર, ભરત વાળા, સંજય નારોલા, પારસ બેડીયા, કમલેશ વાઘેલા, મણીદ્વીપ પરમાર, ધવલભાઈ માણેકબેન શીંગાળા, રવિભાઈ વાણીયા, વિશાલ ઘાવરી, વિક્રમ ગોરી, મુકેશભાઈ સોલંકી, રમેશ વાઘેલા, હેરીભાઈ પરમાર, ઈશ્વરભાઈ ગડીયલ, લાલજીભાઈ નૈયા, તુષાર ચુડાસમા, દિપકભાઈ દંડીયા, અશ્વિનભાઈ વાણીયા, હિતેષ ઢાંકેચા સહિતના આગેવાનો નજરે પડે છે. ઈન્સેટ ફોટોમાં વાલ્મીકી સમાજના યુવા અગ્રણી મુકેશભાઈ પરમાર દેખાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૩)

(3:27 pm IST)