Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સોલીડ વેસ્‍ટ તમામ અધિકારીઓ/કર્મચારીઓને ડિઝાસ્‍ટર/એપેડેમીક રિસ્‍પોન્‍સ અંગેની તાલીમ

રાજકોટઃ  મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા હેઠળના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સ્‍વચ્‍છતા સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત  ડિઝાસ્‍ટર/એપેડેમીક રિસ્‍પોન્‍સ અંગેની તાલીમ દરેક વોર્ડ કક્ષાએ આપવા અંગેનો કાર્યક્રમ તા.૧૮ થી ૨૪ દરમ્‍યાન યોજવાનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત તા.૧૮ નાં રોજ વોર્ડ નં ૦૧,૦૨,૦૪ માં, તા.૧૯ નાં રોજ વોર્ડ નં ૦૮,૦૩,૦૫ ખાતે, તા.૨૧ નાં રોજ વોર્ડ નં ૦૯, ૦૭, ૦૬ ખાતે યોજવામાં આવેલ. આ તાલીમમાં આગ, પુર-હોનારત, ધરતીકંપ જેવી કુદરતી આપદા સમયે સ્‍વ બચાવ તેમજ અન્‍ય લોકોના બચાવ માટે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની વિસ્‍તળત માહિતી/ડેમોન્‍સ્‍ટ્રેશન ફાયર બ્રિગેડ શાખાના સ્‍ટેશન ઓફિસર  રોહિત વિગોરા,  આણંદ બારીયા તેમજ  રાહુલ જોશી દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા પર્યાવરણ ઈજનેર  નિલેશ પરમાર, આસી. મેનેજર  મનીષ વોરા તેમજ નાયબ પર્યાવરણ ઇજનેર તુવર,  જીંજાળા,  સોલંકી અને તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

(3:58 pm IST)