Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

બાપા સીતારામ મિત્રમંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે રાત્રે લોકડાયરો

રાજકોટ,તા.૨૦: બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા મહંતશ્રી હરિચરણદાસજી બાપુ (કાઠીયાબાપુ- ભીમચાસવાળા)ની પૂણ્‍યતીથી નિમિતે આજે તા.૨૨ના મંગળવારે રાત્રે ૯ વાગ્‍યે શ્રી મામા સાહેબની જગ્‍યા, બાપા સીતારામ ચોક, નક્ષત્ર-૭ પાસે,  ચંદન પાર્ક, રૈયારોડ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરાયુ છે. જેમાં ફરીદાબેન મીર, ધીરૂભાઈ સરવૈયા, સુરેશ રાવળ,  દેવદાનભાઈ ગઢવી સહીતના કલાકારો ભાગ લેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ભરતભાઈ આહીર, સંજયભાઈ સાટીયા, નારણભાઈ પટેલ, વિજયભાઈ આહીર, નિદેશભાઈ આલગોતર, ગોવિંદભાઈ સાંગડીયા, યુવરાજસિંહ ચુડાસમા, રાજુભાઈ ધોળકીયા સહીત બાપા સીતારામ મિત્ર મંડળના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:23 pm IST)