Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

લોક-અદાલતમાં મુકાયેલ ૯૫.૩ લાખ કેસોમાં છ કરોડનું વળતર મંજુર

રાજકોટ તા.૨૨: તાજેતરમાં યોજાયેલ લોક-અદાલતમાં ૯૫ કલેઇમ કેસોમાં રૂા.૬,૦૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ૬ કરોડનું જંગી વળતર મંજુર કરાયુ હતું.

ગત તા.૧૨/૧૧/૨૦૨૨નાં રોજ રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઇ ગયેલ. જેમાં વાહન અકસ્‍માતથી ઉદભવેલ ઘણા બધા કલેઇમ કેસો મૂકવામાં આવ્‍યા અને કુલ ૪૫૦ જેટલો કેસો લોક-અદાલતમાં પુરા થયા અને જેમાં ૯૫ કલેઇમ કેસો એવા છે કે, જે માત્ર ૯૫ કલેઇમ કેસોમાં જ વીમા કંપનીએ રૂા.૬,૦૦,૦૦,૦૦૦/- જેટલું જંગી વળતર ચુકવવાનો કોર્ટ હુકમ કરેલ હતો.

ઉપરોકત તમામ ૯૫-કલેઇમ કેસોમાં રાજકોટના અકસ્‍માત વળતર અંગેના કલેઇમ કેસોના જાણીતા એડવોકેટશ્રી રવિન્‍દ્ર ડી.ગોહેલ, શ્‍યામ જે.ગોહીલ, હિરેન જે. ગોહીલ, મૃદુલા એસ.ગોહીલ તથા આસીસ્‍ટન્‍ટ તરીકે ખૂબ સારી મહેનત કરનાર દિનેશ ડી.ગોહેલ, દિવ્‍યેશ કણઝારીયા, કિશન ડી.મારૂ તથા જતીન ગોહેલ રોકાયેલ હતા. ઉપરોકત ૯૫ કલેઇમ કેસોનાં તમામ અરજદારોએ વકીલશ્રી રવીન્‍દ્ર ડી.ગોહીલ તથા શ્‍યામ જે.ગોહીલ એડવોકેટોનો ખુબ જ હૃદયપૂર્વક આભાર માનેલ છે

(3:21 pm IST)