Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ત્રિ-દીવસીય શ્રી નંદીશ્વર જિનબિંબ વેદી પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

શહેરમાં બાલભવન ખાતે સૂર્યકિર્તીનગરમાં તા.૨૬થી ૨૮ આયોજનઃ ૧૫૦૦ મુમુક્ષુઓ દ્વારા વિધી વિધાનઃ કુંદ કુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્‍ટ, મહિલા મંડળ દ્વારા તૈયારીનો ધમધમાટ:શાંતિજાપ, મંડપ પ્રતિષ્‍ઠા, ઇન્‍દ્રસભા, રાજસભા, સમવસરણ રચના, વેદી પ્રતિષ્‍ઠા સહિતના ધાર્મિક અનુષ્‍ઠાનો

રાજકોટ તા.૨૨:ભારતવર્ષના ગુજરાત રાજયની સુપ્રસિધ્‍ધ રાજકોટ નગરીમાં આ ભવ્‍ય નંદિશ્વર જીનાલય વેદી પ્રતિષ્‍ઠા મહોત્‍સવ,  શ્રીઆદિનાથ દિગંબર જિનમંદિર દ્વારા બાલબ્રહ્મચારી શ્રી વૃજલાલભાઇ શાહ(વઢવાણ)ના પ્રતિષ્‍ઠાચાર્યત્‍વ હેઠળ સહ પ્રતિષ્‍ઠાચાર્ય શ્રી સુભાષભાઇ શેઠ, શ્રીપ્રમોદભાઇ જૈન, શ્રી નિરંજનભાઇ ડેલીવાલા, શ્રીશૈલેષભાઇ ગાંધી તથા શ્રી નિતિનભાઇ શેઠ તથા શ્રી પ્રવિણભાઇ શાહ-સોનગઢ દ્વારા થશે આ વેદી પ્રતિષ્‍ઠા શ્રી દિગંબર જૈન શુદ્ધામ્‍નાયાનુસાર વિશિષ્‍ટ આનંદોલ્‍લાસ સહ ઊજવવામાં આવશે.

આધ્‍યાત્‍મિક તીર્થ સોનગઢ, જીલ્‍લો ભાવનગર, મધ્‍યે પૂજય ગુરૂદેવ શ્રી કાનજી સ્‍વામી જેઓનો જન્‍મ સૌરાષ્‍ટ્રના ગામ ઉમરાળા ખાતે (જી.ભાવનગર) વિ.સં.૧૯૪૬ વૈશાખ સુદ બીજમાં થયો હતો. વિ.સં.૧૯૭૦ માગશર સુદ ત્રીજના રોજ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યુ અને બાદમાં લગભગ ત્રણ વર્ષ પછી સ્‍થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરી.

શ્રી પાર્ヘનાથ પ્રભુના ચિત્રપટ વિ.સં.૧૯૯૧ ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતિના શુભદિને મોપતીનો ત્‍યાગ કરી, પોતાને દિગંબર જૈન શ્રાવક જાહેર કર્યા. ત્‍યારે ૪ સ્‍થાનકવાસી સાધુ અને મુ.શ્રી રામજીભાઇ દોશી(પ્રખર વિદ્વાન એડવોકેટ), શ્રી જસાણી પરીવાર તેમજ  શ્રી હરગોવિંદભાઇ શાહ પરિવારની ધન્‍ય ઉપસ્‍થિતિ રહી. વિ.સં.૧૯૭૮માં વિધીની કોઇ ધન્‍ય પળે દિગંબર આચાર્ય શ્રીમદ ભગવત શ્રી કુંદ કુંદ આચાર્ય દેવ પ્રણિત શ્રી સમયસારનો મહાન ગ્રંથ મળ્‍યો, જેનો ઊંડો અભ્‍યાસ કરી શાષાના અનેક રહસ્‍યો ખોલ્‍યા

આ કૃપાળુ ગુરૂદેવશ્રીના કરકમળો દ્વારા વિ.સં.૧૯૯૪માં જૈન સ્‍વાધ્‍યાય મંદિર, ૧૯૯૭માં શ્રી સીમંધર સ્‍વામીનું દિગંબર જીનમંદિર ૧૯૯૮માં શ્રી સમવસરણ મંદિર, ૨૦૦૩માં શ્રી કુંદ કુંદ પ્રવચન મંડપ, ૨૦૦૯માં શ્રી માનસ્‍તંભ અને ૨૦૩૦માં શ્રી મહાવીર કુંદ કુંદ દિગંબર જૈન પરમ આગમ મંદિર વિ.સં.૨૦૪૧ શ્રી નંદિશ્વર બાવન જિનાલય વગેરે ભવ્‍ય ધર્માયતનો નિર્મિત થયા અને સમગ્ર દેશ વિદેશમાં દિગંબર જૈન મંદિરો સ્‍થાપિત થયા અને સળંગ ૪૫-૪૫ વર્ષ સુધી અધ્‍યાત્‍મની ગંગા વહેવડાવી.

આવા સંતની પ્રેરણા સ્‍વરૂપે અને શુભ આશીષ તેમજ પૂ.ભગવતીમાતા બહેન શ્રી ચંપાબેનના કૃપા આશીષથી રાજકોટ મધ્‍યે આ ભવ્‍ય મહોત્‍સવ ઊજવવામાં આવશે. વેદી ઉપર બિરાજમાન પ્રતિમાઓને વેદી ઉપરથી એક વખત લઇ લીધા પછી વેદી ઉપર શાષાોકત વિધિ અનુસાર તેમને પ્રતિષ્‍ઠિત કરવાનો મહોત્‍સવ એટલે વેદી પ્રતિષ્‍ઠા

આ ત્રિદિવસીય મહોત્‍સવમાં મુખ્‍ય પ્રતિષ્‍ઠા આચાર્ય તરીકે શાષાના અને વિધી અંગેના ઊંડા અભ્‍યાસુ એવા શ્રી બાલબ્રહ્મચારી વ્રજલાલભાઇ શાહ દ્વારા કરાવવામાં આવશે. તેઓ મૂળ બહેન શ્રીના જન્‍મધામ વઢવાણના બ્રહ્મચારી છે. ભુતકાળમાં શિક્ષક હતા. જેઓએ થોડા દિવસ પહેલા જ જીવનના ૯૫ વર્ષ પૂર્ણ કરેલ છે. છતાં ખુબ જ કાર્યરત રહી સ્‍વેચ્‍છીક સેવા આપશે જેઓની સાથે સહપ્રતિષ્‍ઠા આચાર્ય તરીકે સર્વશ્રી સુભાષભાઇ શેઠ (વાંકાનેર), શ્રી પ્રમોદભાઇ જૈન (ખંડવા), શ્રી નિરંજનભાઇ ડેલીવાળા(સુરત), શ્રી નિતિનભાઇ શેઠ(વાંકાનેર), શ્રી પ્રવિણભાઇ શાહ (સોનગઢ) માનદ સેવા આપશે.

પ્રતિષ્‍ઠાના સ્‍થાનિક પ્રેરણાશ્રોત ડો.પ્રવિણભાઇ ડી.દોશી વ્‍યવસાયે ડોકટર એફ.આર.સી.એસ. લંડન સર્જન તરીકે ખૂબ જાણીતું વ્‍યકિતત્‍વ રહયુ છે. જેઓના જીવનનો હંમેશા વ્‍યવસાય પછી અને આધ્‍યાત્‍મનો અભ્‍યાસ મનન ચિંતન તેમજ તેઓ એક ચુસ્‍ત સિદ્ધાંતવાદી રહયા છે. જેમાં તેઓ છેલ્‍લા ૩૫ વર્ષથી પણ વધુ શ્રી દિગંબર જૈન સ્‍વાધ્‍યાય મંદિર ટ્રસ્‍ટ-સોનગઢમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. પૂ.ગુરૂદેવશ્રી એ દર્શાવેલ માર્ગને તેઓ તત્‍વજ્ઞાન દ્વારા વધુમાં વધુ મુમુક્ષોઓ સુધી પહોંચાડવાનો પ્રયત્‍ન કરી રહયા છે. આ માટે દેશ-વિદેશમાં તેઓ સેવાભાવથી પ્રચાર/ પ્રસાર કરી રહયા છે. આજે ૯૩ વર્ષની ઉમંરે પણ શ્રી આદિનાથ દિગંબર જૈન દેરાસરજી ખાતે નિયમિત સવારે ભગવાન શ્રીનો અભિષેક તેઓ શ્રી દ્વારા કરવામાં આવે છે. બાદમાં ભગવાન શ્રીની પુજા પૂ.ગુરૂદેવ શ્રીના ૧ કલાકના સીડી પ્રવચનના લાભ ઉપરાંત પોતા દ્વારા ઉપસ્‍થિત જીજ્ઞાસુ મુમુક્ષોને સ્‍વાધ્‍યાયના લાભ ૯૩ વર્ષની ઉમંરે પણ નિયમિત આપી રહયા છે. તેઓના કુટુંબના સર્વ સભ્‍યો પણ ખુબ સુંદર લાભ લે છે.

શ્રી કુંદ કુંદ આચાર્ય, પ્રશમમૂર્તિ માતાજી અને પૂ.ગુરૂદેવ કાનજીસ્‍વામીના શિલાપટ તથા સમયસાર અને સ્‍તુતિ રાજકોટ મધ્‍યે શ્રી આદિનાથ જૈન દેરાસર ખાતે પ્રથમ માળે આરસ પહાણથી શોભતી વેદી ઉપર સુંદર કાચના પહાડ બિરાજમાન થનાર પર (બાવન) જિન-ભગવંતો મહોત્‍સવ એટલે આ વેદી પ્રતિષ્‍ઠા થશે. આખા વિશ્વમાં કયાંય કાચના પહાડ ઉપર, વાઇટ મેટલ પર પ્રતિમા બિરાજમાન થયેલ નથી. આ પ્રકારનું મંદિર માત્ર રાજકોટમાં છે.

જંબુદ્વીપમાંથી આઠમો દ્વીપ નંદિશ્વર દ્વીપ છે. આ દ્વીપ અઢી દ્વીપના મનુષ્‍યોતર પર્વતની બહાર છે. જેથી મનુષ્‍ય ત્‍યાં જઇ શકતા નથી. માત્ર દેવતાઓ જ ત્‍યા જઇ શકે છે. ખાસ કરીને અષ્‍ટાંન્‍હીકા પર્વ વખતે ચારેય પ્રકારના દેવ-જયોતિષી, વ્‍યંતર દેવો અને કલ્‍પવાસી દેવો તથા સૌ ધર્મ વિ.ઇન્‍દ્ર જઇને અહોરાત્ર અખંડભકિત કરે છે. અષ્‍ટાંન્‍હીકા પર્વ દર વર્ષે અષાઢ, કારતક અને ફાલ્‍ગુન મહિનાના શુકલપક્ષની અષ્‍ટમીથી પૂર્ણિમા સુધી ઊજવાય છે.

બહારગામથી ૧૫૦૦ મહેમાનો આવશે તેના માટે આવાસ ૬૦૦ વ્‍યકિતની વ્‍યવસ્‍થા છે. સોનગઢ, ભાવનગર, લાઠી, ઉમરાળા, જામનગર, મોરબી, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વસઇ, મુલુંડ, બોરીવલી, મલાડ, દાદર, પાર્લા, ઘાટકોપર, મુંબઇ, બેંગ્‍લોર, મદ્રાસ તથા નૈરોબી, અમેરીકા, દુબઇ વિગેરે સ્‍થળોએથી મુમુક્ષુઓ આવશે અને પ્રતિષ્‍ઠા પૂર્વે દર રવિવારે ૨૦૦ મુમુક્ષુ દ્વારા ભકિતનું આયોજન કરાયુ હતુ અને  દરેક દિવસના કાર્યક્રમ નિર્વિધને પૂર્ણ થાય તે માટે શાંતિજાપનું આયોજન કરવામાં આવે છે. આ દેરાસરજીના સુશોભન જરૂરી ફેરફાર વિ.માટે વિક્રમભાઇ શાહ અને શ્રી આનંદભાઇ શાહ આર્કિટેક માનદ સેવા પ્રદાન કરેલ છે. આ પરિવાર પણ પૂ.ગુરૂદેવ/ માતાજીને પૂર્ણપણે સમર્પિત છે.

આ વેદી પ્રતિષ્‍ઠા રાજકોટ શહેર મધ્‍યે રેસકોર્ષ ખાતે બાલભવનમાં અતિ ભકિત ઉલ્‍લાસ સાથે ઊજવવામાં આવશે જે સ્‍થળને શ્રી સૂર્યકિર્તીનગર નામ આપેલ છે. જેમાં અંદાજીત ૧૫૦૦ મુમુક્ષોઓને શાંતિપૂર્ણ રીતે દરેક વિધી-વિધાન, પૂજય ગુરૂદેવશ્રીના પ્રવચનો, ભકિતનો સુંદર લાભ મળે તે રીતની સંપૂર્ણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. મંડપમાં લાઇટ સુશોભન વિગેરે કરવામાં આવશે સ્‍ટેજ ઉપર ચાલી રહેલા કાર્યક્રમમાં દૂર બેઠેલા મુમુક્ષો પણ સારી રીતે જોઇ શકે તે માટે એલઇડી ટીવી સેટ ઉપલબ્‍ધ રહેશે. વીજ વિક્ષેપ્ત આવે તો પણ કાર્યક્રમ રાબેતા મુજબ માણી શકવા માટે મોટી ક્ષમતાના જનરેટર, પ્રાથમિક સારવાર વ્‍યવસ્‍થા સિકયુરીટી વગેરેનું આયોજન કરેલ છે. જેથી પધારનાર મહેમાનો સારી રીતે કાર્યક્રમમાં હાજર રહી પોતાનો ભકિતભાવ પ્રગટ કરી શકે તેમજ દેશ-વિદેશના મુમુક્ષોઓ ઘેર બેઠા આ લાઇવ પ્રોગ્રામ જોઇ શકાશે.

આ વેદી પ્રતિષ્‍ઠા દરેક દિવસે સારી રીતે સંપન્ન કરવા માટે ડો.પ્રવિણભાઇ દોશી (એફ.આર.સી.એસ) લંડનના બહુમૂલ્‍ય માર્ગદર્શન અને સર્વરાજુભાઇ કામદાર, ભરતભાઇ શાહ અને કુંદ કુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્‍ટના સભ્‍યો તેમજ મહિલા મંડળના બહેનો તડામાર તૈયારી કરી રહયા છે.(૪૦.૩)

નંદિશ્વર દ્વીપની રચનાઃ આ નંદિશ્વર દ્વીપની દરેક અંજનગીરી નામના ૪ પર્વતો છે. તેની વચ્‍ચે દધિમુખ નામના પર્વત છે. અને તેની બંને બાજુ રતિકર નામના લાલ પર્વતો છે. એક દિશામાં આવા ૧૩ પર્વતો છે. ૧ અંજનગીરી, ૪ દધિમુખ અને ૮ રતિકર આમ કુલ ૧૩હૃ૪=૫૨(બાવન) જિનમંદિર-ચૈત્‍યાલય છે. દરેક જિનપ્રતિભા બિરાજમાન હોય છે. ૧૦૮ પ્રતિમા અને પર જિનાલય કુલ ૫૬૧૬ બિરાજમાન પ્રતિમા હોય છે. આ જિનાલય અકૃત્રિમ છે.

 

(3:20 pm IST)