Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ચેક રિટર્નના કેસમાં આરોપીને કોર્ટે સમક્ષ હાજર થવા ફરમાન

રાજકોટ,તા.૨૨: નેગોશીયેબલ ઇન્‍સ.એકટ (ચેક રીટર્ન) કેસમાં સંડોવાયેલા  આરોપી વિનોદભાઇ જેઠાલાલ ધુંટલા (સોની)ને કોર્ટ દ્વારા હાજર થવા નોટીસ  ઇસ્‍યુ કરવામાં આવેલ છે.

બનાવની વિગત એવી છે કે, ફરીયાદી કમલેશભાઇ ચીમનભાઇ આડેસરા(સોની)  જેમના ઓળખીતા વિનોદભાઇ જેઠાલાલ  ખુંટલા(સોની) સાથે ઓળખાણ હોય વિનોદભાઇ જેઠાલાલ ખુંટલા  (સોની) એ હાથ ઉછીની રકમની માગણી કમલેશભાઇ ચીમનલાલ આડેસરા(સોની) પાસેથી કરેલ જેથી કમલેશભાઇ ચીમનભાઇ આડેસરા(સોની) વિનોદ જેઠાલાલ ખુંટલા (સોની) ને રૂા. ૫૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ અને વિનોદ જેઠાલાલ ખુંટલા (સોની) એ ફરીયાદીને પ્રોમીસરી નોટ કરી આપેલ અને બાદમાં ફરીયાદી કમલેશભાઇ ચીમનભાઇ આડેસરા (સોની) રકમ પરત માંગતા આરોપી વિનોદ જેઠાલાલ ખુંટલા (સોની) ને રૂા. ૫૦,૦૦૦/- નો ચેક આપેલ જે પરત થતા સ્‍પે. નેગો.કોર્ટમાં સદરહુ કેસ દાખલ કરેલ અને તે બાબતે આરોપી વિનોદ જેઠાલાલ ખુંટલા(સોની)ને કોર્ટ દ્વારા સમન્‍સ નોટીસ ઇન્‍યુ કરવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાષાી માધવકુમાર ડી.પરમાર (એડવોકેટ) રોકાયેલ હતા.

(3:20 pm IST)