Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજકોટ-૬૮ : સિલ્‍વર મેન્‍યુ એશો. દ્વારા ઉદય કાનગડને વિજય બનાવવા ખાત્રી : બુધવારે સાંજે સ્‍નેહમિલન

રાજકોટઃ રાજકોટ સિલ્‍વર મેન્‍યુફેકચર એશોસીએશન દ્વારા ભાજપના ઉમેદવાર પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડને જંગી લીડથી  વિજય બનાવવા માટે હર્ષોલ્લાસ સાથે ખાત્રી અપાઇ હતી. એશોસીએશનની મળેલ એક અનૌપચારીક મીટીંગમાં હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. અને ઉદયભાઇ કાનગડને બોલાવી તેમનું ભાવભીનું સ્‍વાગત કરાયેલ અને મોટાભાગના હોદ્દેદારોના અંગત મિત્રએવા ઉદયભાઇ એશોસીએશનને ભૂતકાળમાં મદદરૂપ થયેલ તે યાદગાર પ્રસંગોને વાગોળીને તેમને જંગી બહુમતીથી વિજય બનાવવાની ખાત્રી આપી હતી. તમામ હોદ્દેદારોએ વિશાળ ફુલમાળાથી ઉદયભાઇ કાનગડને વધાવ્‍યા હતા તે તસ્‍વીરમાં નજરે પડે છે. ઉદય કાનગડને ખરાદિલથી આવકારવામાં આવ્‍યા તે સમયે સિલ્‍વર મેન્‍યુફેકચર એશોસીએશનના સર્વશ્રી પરેશભાઇ ગજેરા બી.એમ. પટેલ, જયેશભાઇ બુસા, દિલીપભાઇ ગોસ્‍વામી (ડી.એસ.ઓ.) અશ્વિનભાઇ ડોડીયા, હરેશભાઇ ગઢીયા, એસ.આર. પટેલ, મનિષભાઇ અંટાળા, અનિલભાઇ તળાવીયા, શૈલેષભાઇ લુણાગરીયા, મુકેશભાઇ સોરઠીયા, અલ્‍પેશભાઇ લુણાગરીયા, વિજયભાઇ રૂપારેલીયા, પોપટભાઇ મરાઠા, કેતનભાઇ વીઠલાણી સહિત વિશાળ સંખ્‍યામાં મહાનુભાવો ઉપસ્‍થિત હતા. દરમ્‍યાન કાલે બુધવારના રોજ સાંજે ૭ વાગ્‍યે સિલ્‍વર મેન્‍યુફેકચર એશોસીએશનનું વિશાળ સ્‍નેહમિલન કાર્યક્રમ પટેલવાડી, બેડીપરા ભાવનગર રોડ ખાતે મળનાર છે.

(3:19 pm IST)