Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

લીમખેડા વિધાનસભામાં અપસેટ સર્જાયો

 બી.ટી.પી.ના ઉમેદવાર ૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો

રાજકોટ,તા. ૨૨ : લીમખેડા વિધાનસભામાં અપસેટ સર્જાયો છે. બી.ટી.પી.ના ઉમેદવાર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. બી.ટી.પી.ના ઉમેદવાર રાજેશ હઠીલા બીજેપીમાં જોડાયા છે. ગઇ કાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી બીજેપીમાં જોડાયા છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપના ખેસ પહેરાવ્‍યો હતો. બી.ટી.પી.ના ૫૦૦ થી વધુ કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા છે.

(3:19 pm IST)