Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કુવાડવા ગ્રા.પં.ના સમ્‍પ ખાતે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ સંજય અને વાલજી પકડાયા

કુવાડવા ડી. સ્‍ટાફના અજીતભાઇ, વિક્રમભાઇ, દેવેન્‍દ્રસિંહ, મુકેશભાઇની બાતમીઃ પીઆઇ કે. એમ. ચોધરી અને ટીમની કામગીરીઃ ૩.૨૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૯: કુવાડવા ગ્રામ પંચાયતના પાણીના સમ્‍પ ખાતેથી લોખંડના ડેલા અને બારી સહિતની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ કુવાડવા રોડ પોલીસે હેડકોન્‍સ. અજીતભાઇ લોખીલ, વિક્રમભાઇ ગરચર, દેવેન્‍દ્રસિંહ જાડેજા અને મુકેશભાઇ સબાડની બાતમી પરથી ઉકેલી રાજકોટના બે શખ્‍સને મુદ્દામાલ અને વાહન સાથે પકડી લીધા છે. વિગત એવી કે કુવાડવાના ગ્રામ પંચાયતના પાણીના સમ્‍પ ખાતેથી બે દિવસ પહેલા ચોરી થતાં સભ્‍ય ભરતભાઇ કિયાડાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો. આ ગુનામાં બાતમી પરથી પોલીસે ડિટેક્‍શન કરી બે શખ્‍સો સંજય રત્‍નાભાઇ ઢગેલ (ઉ.૨૪-રહે. સંત કબીર રોડ, આંબાવાડી-૨) તથા વાલજી કાળુભાઇ જાદવ (ઉ.૪૧-રહે. સંત કબીર રોડ આંબાવાડી-૧)ને પકડી લઇ લોખંડનો જારીવાળો ડેલો, એક લોખંડની બારી રૂા. ૧૨ હજાર, અલગ અલગ કંપનીના બે મોબાઇલ ફોન રૂા. ૧૬ હજાર તથા જીજે૦૩એઝેડ-૭૭૪૧ નંબરનું રૂા. ૩ લાખનું છોટા હાથી મળી કુલ રૂા. ૩,૨૮,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે. એમ. ચોૈધરી, પીએસઆઇ જે. ડી. વસાવા, હેડકોન્‍સ. અજીતભાઇ લોખીલ, અરવિંદભાઇ મકવાણા, વિક્રમભાઇ ગરચર, કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ સહિતે આ કામગીરી કરી હતી. ઝડપાયેલામાં સંજય છુટક ડ્રાઇવીંગ કરે છે અને વાલજી છુટક મજૂરી કરે છે. 

(3:15 pm IST)