Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જસદણના નાની લાખાવડ ગામે દારૂની બાતમી પ્રશ્ને વિહાભાઇ ઉપર હૂમલો

રાજકોટ તા. રર :.. જસદણના નાની લાખાવડ ગામે દારૂની બાતમી પ્રશ્ને યુવાન ઉપર બે શખ્‍સોએ હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ જસદણના નાની લાખાવડ ગામે રહેતા વિહાભાઇ રામજીભાઇ સરીયા ઉપર તે જ ગામના પરસોતમ ટપુભાઇ સરીયા તથા તેના પુત્ર વિષ્‍ણુ એ લોખંડની સાંકળથી હૂમલો કરી ઇજા કરી હતી.

ઇજાગ્રસ્‍ત વિહાભાઇને ઉકત બન્ને શખ્‍સોએ મારી વાડીએથી દારૂ પોલીસ પકડી ગયેલ છે અને દારૂ બાબતે તે જ પોલીસને જાણ કરી છે તેમ કહી હૂમલો કર્યો હતો. આ અંગે વિહાભાઇની ફરીયાદ ઉપરથી જસદણ પોલીસે ઉકત પિતા-પુત્ર સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:34 pm IST)