Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભગવતીપરામાં નદીના પટમાં હાજતે બેઠેલા ભાવેશ પર પાણકાના ઘા થયા

મિત્ર સાથે ગયો ત્‍યારે સામા કાંઠેથી ઓચીંતા ઘા થતાં: માથુ રંગાતા સારવાર માટે દાખલ થવું પડયું

રાજકોટ તા. ૨૨: ભગવતીપરામાં આશાબા પીરની દરગાહ પાસે રહતાં રહેતાં ભાવેશ ભરતભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૯) પર રાતે દસેક વાગ્‍યે મદ્રેસા નજીક નદીના પટમાં કુદરતી હાજતે બેઠો હતો ત્‍યારે પાણાવારી થતાં માથામાં ઘા લાગી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે બી-ડિવીઝનમા જાણ કરી હતી.

ભાવેશ ચા-ખાંડની દૂકાનમાં નોકરી કરે છે. તેના પિતાએ જણાવ્‍યું હતું કે ભાવેશ રાતે નોકરીએથી આવીને જમ્‍યા બાદ નદીના પટમાં એક મિત્રને સાથે લઇને કુદરતી હાજતે ગયો હતો ત્‍યારે નદીના સામા કાઠેથી પાણાવારી થતાં ભાવેશ અને મિત્ર ભાગ્‍યા હતાં. જેમાં એક ઘા માથામાં લાગી ગયો હતો.

ઘંટેશ્વર ૨૫ વારીયામાં પંકજને અફઝલે ધોકાવાળી કરી

જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં પંકજ ઉપેન્‍દ્રભાઇ રાઠોડ (ઉ.૨૩)ને રાતે ઘર નજીક બાબા પાન પાસે હતો ત્‍યારે અફઝલે ગાળાગાળી કરી છરીથી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

(12:00 pm IST)