Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કારમાં બાજુમાં બેઠા, પણ રાજકોટમાં કોંગ્રેસને ડ્રાઇવીંગ સીટ ઉપર લાવ્‍યા

કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી બે દિવસનો બ્રેક લઇ ગુજરાતના ઝંઝાવતી પ્રચારમાં ઉતર્યા છે. આ પ્રચાર અભિયાન દરમિયાન તેમણે ગઇ કાલે  બપોરે સુરતમાં અને સાંજે રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસને ડ્રાઇવીંગ સીટમાં લાવી દીધી હતી. ઉપરોકત તસ્‍વીરોમાં એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીને આવકારતા રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત, શહેર કોંગ્રેસના આગેવાનો ગોપાલ અનડકટ, રાજદિપસિંહ જાડેજા, જયપાલસિંહ રાઠોડ, કમલેશ કોઠીવાર સહિતનાઓએ પુષ્‍પગુચ્‍છ અને સુતરની આંટીથી સ્‍વાગત કર્યું હતું. અન્‍ય તસ્‍વીરોમાં રાહુલ ગાંધી લાક્ષણીક મુદ્દામાં દર્શાય છે. (તસ્‍વીરઃસંદિપ બગથરીયા)

(11:24 am IST)