Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા સહિત ૧૧ ઉમેદવારોને ખર્ચના હિસાબો અંગે કમિટીએ નોટીસ ફટકારીઃ ભાનુબેનને મૌખીક સૂચના

૬૮ના કોંગી ઉમેદવાર ઇન્‍દ્રનીલનો હિસાબ બાકીઃ ઉદયે ૪ાા લાખનો ખર્ચ જાહેર કર્યો... : આપના શીવલાલ બારસીયાને પણ નોટીસઃ ઓર્બ્‍ઝવરે હિસાબો ચૂંટણી બાદ જાહેર કરવાની સૂચના આપતા તંત્રે મોઢુ સીવી લીધુ

રાજકોટ તા. રર :.. રાજકોટ શહેર - જીલ્લાની ૯ વિધાનસભા બેઠક ઉપર ૬પ ઉમેદવારો મેદાનમાં છે, તેમાં મુખ્‍ય ત્રણ પક્ષો ભાજપ-કોંગ્રેસ-આપના અનેક ઉમેદવારોએ પહેલા રાઉન્‍ડના ખર્ચના હિસાબો એક્ષ્પેન્‍ડીયર મોનીટરીંગ કમિટી સમક્ષ રજૂ નહી કરતા ભાજપના રમેશભાઇ ટીલાળા, આપના શીવલાલ બારસીયા, ને કમિટીએ નોટીસો ફટકારતા હલચલ મચી છે, જયારે ૭૧ ના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ ૧ લાખ ૩૪ હજારનો ખર્ચ કર્યો, પરંતુ ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે કરેલો ખર્ચ આ હિસાબમાં નહી દર્શાવતા તેમને કમીટીએ આ ખર્ચ ઉમેરી દેવા સૂચના આપી હતી.

દરમિયાન એક્ષ્પેન્‍ડીયર મોનીટરીંગના નોડલ ડીડીઓ શ્રી દેવ ચૌધરી, તમામ આર. ઓ. હાલ ખર્ચના હિસાબો અંગે વિગતો બહાર પાડવાની ના જાણી રહ્યા છે, તેમનું કહેવું છે કે, ચૂંટણી પંચના ઓર્બ્‍ઝવેર ચૂંટણી બાદ જાહેર કરવાની સુચના આપી છે, આમ હાલ ખર્ચના હિસાબો અંગે તંત્રે મૌન સેવી લીધુ છે.

ભાજપના ૬૯ ના ઉમેદવાર દર્શિતાબેન શાહે પોતે પોતાના ૪ાા થી પ લાખ કાઢયાનું અને ર૦ થી રપ લાખ ભાજપ પાર્ટીએ આપ્‍યાનું બનાવ્‍યું છે.

૬૮-રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજયગુરૂને ખર્ચના હિસાબો જાહેર કરવાના બાકી છે, તો ભાજપના ઉદય કાનગડે ૪ાા લાખનો ખર્ચ રજૂ કર્યો છે.

૬૯-રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર મનસૂખભાઇ કાલરીયાએ હજુ માંડ ૪પ હજાર ખર્ચ થયાનું બતાવ્‍યું છે, ૭૦-રાજકોટમાં ભાજપના રમેશભાઇ ટીલાળાએ ર લાખ ૧૭ હજારનો ખર્ચ દેખાડતા કમિટી ચોંકી ઉઠી હતી, અને ચૂંટણી તંત્રના હિસાબ મુજબ ૯ાા લાખનો ખર્ચ થતો હોય તેમને નોટીસ ફટકારાઇ છે.

૭૦-રાજકોટમાં કોંગ્રેસના હિતેષ વોરાએ ૩ લાખનો ખર્ચ રજૂ કર્યો છે, આપના શીવલાલ બારસીયાએ પર હજારનો ખર્ચ દેખાડયો પરંતુ પ૦ હજારનો ખર્ચ ઓછો દેખાડતા તેમને નોટીસ અપાઇ છે.

૬૯-રાજકોટમાં ભાજપના દર્શીતાબેન શાહે ર લાખનો આપના દિવ્‍યેશ જોષીએ ૭ લાખ ૩૮ હજારનો ખર્ચ બતાવ્‍યો છે.

૭૧-રાજકોટમાં ભાનુબેન બાબરીયાએ ૧ લાખ ૩૯ હજાર, આપના વશરામ સાગઠીયાએ ૧ાા લાખનો હિસાબ રજૂ કર્યો છે, અપક્ષ એકપણ ઉમેદવારે ખર્ચના હિસાબો નહી આપતા તે તમામ ૭ અપક્ષોને નોટીસો ફટકારાઇ છે.

(10:51 am IST)