Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

હોસ્પીટલ ચોકને બદલે આઇપી મીશન પાસેના ચોકમાં ફોર-વે બ્રીજ બનાવોઃ રિપબ્લીકન પાર્ટી

રાજકોટઃ શહેરનાં હોસ્પીટલ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર બ્રીજ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બનાવવા સામે રીપ્લીકન પાર્ટીએ વિરોધ દર્શાવી અને આ બ્રીજના વિકલ્પે આઇ પી મીશન સ્કુલ પાસેનાં ચોક ખાતે ફોર-વે બ્રીજ બનાવવા માંગ ઉઠાવી. આ અંગે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે રાજકોટ શહેરના વિકાસ અને ટ્રાફિક સમસ્યાના હલ માટે સીવીલ હોસ્પિટલ ચોક-બાબા સાહેબ આંબેકડરજીની પ્રતિમાનો તદૃન નજીક ટ્રાયેન્ગ્યુલર ઓવરબિઝ  બનાવવાની તજવીજ મહાનગરપાલિકાના વર્તમાન શાસકો દ્વારા થઇ રહી છે. જેનો અમો રીપબ્લીક પાર્ટી ઓફ ઇન્ડીયા રાજકોટ શહેર પ્રમુખ દરજજે પ્રબુધ્ધ નાગરિક તરીકે અમારા પક્ષે સખત વાંધો દર્શાવીએ છીએ અને પુલની ડીઝાઇનમાં ફેરફાર કરવા  અમારા સુચન છે. જેમાં આ પુલને ખટારા સ્ટેન્ડથી કોર્ટ વાળા રસ્તે શાક માર્કેટ થઇ નાગરિક બેન્ક ચોક તથા રેલ્વે પોષ્ટ ઓફીસથી દરગાહ તરફ જવાના રસ્તે, આઇ.પી. મશીન સ્કુલ વાળા ચોકથી સોની બજારના ઢાળીયા તરફ, તથા રેલ્વે હોસ્પીટલના દરવાજા સુધી જામનગર રોડ તરફ જો ફોરલેન ફલાય ઓવરબ્રિઝ કરવામાં આવે, તો ટ્રાફિક સમસ્યા ઘણી હળવી થશે. આથી ફેરવિચારણા કરી ફોરલેન ફલાય ઓવરબ્રિજનું શહેરી વિકાસ તેમજ શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સુચનને ધ્યાને લેવા, વિકલ્પે બાધારૂપ ન થાય તે મુજબના પ્રશ્ને સહયોગ આપવા રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા-રાજકોટ શહેર પ્રમુખ દ્વારા વિનંતી છે.  ઉપરોકત રજુઆતો અંગે રીપ્લીકશન પાર્ટીનાં હોદેદારોએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇને વિસ્તૃત વિગતો રજુ કરી અને હોસ્પીટલ ચોક ખાતેનાં  બ્રીજનાં વિરોધમાં ર૬મીએ સવારે ૧૦ વાગ્યાથી ત્રણ કલાક ધરણા તથા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા ચિમકી ઉચ્ચારી હતી તે વખતની તસ્વીર. આ તકે ચુડાસમા પંકજકુમાર શહેર પ્રમુખ, રાઠોડ કરશનભાઇ જીલ્લા પ્રમુખ, નાગરાજ જગજીત પ્રદેશ ઉપપ્રમુખ, પરમાર ઇન્દ્રજીત જીલ્લા ઉપપ્રમુખ, પઠાણ જાબીરખાન લઘુમતી મોરચા, અગ્રાવત સાગર રાજકોટ તા.પં., મોર ફીરોઝ પ્રમુખ લઘુમતી મોરચા, પરમાર ભરત મહામંત્રી રા.જી., પરમાર મનવીર રાજકોટ જીલ્લા સહમંત્રી, કિરણભાઇ વાઘેલા યુવા પ્રમુખ રાજકોટ જીલ્લા વગેરે ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (

(4:13 pm IST)