Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

માતા-પિતા વિનાના બાળકોને હુંફ આપવા માટે સમાજ આગળ આવેઃ કલેકટર અમિત અરોરા

રાજકોટ તા.૨૨: પંચમહાલ મુખ્ય મથક ગોધરા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આંતરરાષ્ટ્રિય બાળ દિનની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને નવા કપડા, સ્કૂલ બેગ, રમતના સાધનો ભેટ સ્વરૂપે તેમજ મા અમૃતમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં.

 સમારોહના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરાએ કહ્યું હતું કે, માતા -પિતા વિનાના આ બાળકોને પારિવારીક હૂંફની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે અને તેમાં સમાજ પોતાની નૈતિક ફરજ સમજી આવા બાળકોને પોતિકી હૂંફ આપવા આગળ આવે તે સાંપ્રત સમયની માગ છે, સામાજિક આગેવાનો, નિવૃત વરિષ્ઠ નાગરિકો, અધિકારીઓ/ કર્મચારીઓ સાથે નાગરિકો પણ સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજી આ બાળકોને સમય આપે અને તેમનામાં સારા નાગરિક બનવાના સંસ્કારોનું સિચન કરશે તો તે એક ઉમદા અને ઉદાહરણનિય કાર્ય લેખાશે, તેમણે પંચમહાલ જિલ્લા પોલીસ તરફથી ચિલ્ડ્રન હોમને પીવાના શુધ્ધ પાણી માટે આપવામાં આવેલા ટ

જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠાધીશ પ.પૂ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજે બાળકોને આશિર્વચન સાથે બાલ દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેન અને ન્યાયાધિશ શ્રી એસ.સી.પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, માતા પિતા બાળકોને નાનપણથી જ સુસંસ્કારોનું સિંચન કરશે તો સામજિક ગુનાખોરીના દુષણને સમાજમાંથી દુર કરી શકાશે

સમાજ સુરક્ષા ખાતા સંચાલિત ગોધરાના ચિલ્ડ્રન હોમની સ્થાપના વર્ષ ૧૯૬૩મા  સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં ૦ થી ૧૮ વર્ષ સુધીની વય ધરાવતા ૨૫ બાળકોને રાખવાની ક્ષમતા છે, હાલમાં ૧૬ બાળકો આશ્રય લઇ રહ્યાં છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ,જેશાહ, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી નિતિનભાઇ શાહ, સભ્ય શ્રી આનંદભાઇ ઘડિયાળી, ગોધરા પ્રાંત અધિકાશ્રી શ્રી વિશાલ સકસેના વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

સમારોહમાં શાબ્દિક સ્વાગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જે.એચ,લખારાએ કર્યું હતું જ્યારે સંચાલન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જે.પી. પંચાલે કર્યું હતું.

(3:34 pm IST)