Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

૨૦૨૦માં એઇમ્સનું બાંધકામ શરૂઃ ૨૦૨૨માં લોકાર્પણ

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના તથા એઇમ્સની કામગીરી માટે પીડીયુ મેડિકલ કોલેજમાં મળી અગત્યની બેઠક યોજાઇ : દિલ્હીના આરોગ્ય વિભાગના અધિકારી સંજય રોય, એઇમ્સના અધિકારી આર. દિક્ષીત, ડીન, તબિબી અધિક્ષક, ડે. કલેકટર તથા અન્ય અધિકારીઓ બેઠકમાં જોડાયાઃ દિલ્હી ખાતે વિડીયો કોન્ફરન્સથી ચર્ચાઃ આવતા વર્ષે એઇમ્સ માટે મેડિકલ કોલેજમાં ખાસ ૫૦ બેઠકો પણ ફાળવવામાં આવશે

એઇમ્સ માટે અને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગે મહત્વની ચર્ચા કરવા આજે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ખાસ બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત દિલ્હીના અધિકારીઓ, ડે. કલેકટરશ્રી, તબિબી અધિક્ષકશ્રી, ડીનશ્રી તથા બીજા આરોગ્ય અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજનો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૧ : રાજકોટમાં આકાર લેનારી એઇમ્સ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. એઇમ્સ જામનગર રોડ પર ખંઢેરી નજીક એઇમ્સ ઉભી કરવામાં આવશે. આ માટે તમામ પ્રક્રિયાઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દરમિયાન આજે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પીડીયુ મેડિકલ કોલેજના કાઉન્સીલ રૂમમાં યોજાયેલી બેઠકમાં દિલ્હીના આરોગ્ય અધિકારી, એઇમ્સના અધિકારી, રાજકોટ ડેપ્યુટી કલેકટર, ડીન, તબિબી અધિક્ષક અને બીજા આરોગ્ય અધિકારીઓની હાજરીમાં એઇમ્સને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આવતા વર્ષે ૨૦૨૦માં બાંધકામનું ખાતમુહુર્ત થતાં જ એ પછી સળંગ બે વર્ષ સુધીમાં એઇમ્સનો ઇમલો સંપુર્ણ તૈયાર થઇ જશે અને ૨૦૨૨માં લોકાર્પણ પણ થઇ જશે તેવી આશા છે.

દિલ્હીથી આવેલા અધિકારી શ્રી સંજય રોય, એઇમ્સના આર. દિક્ષીત, ડે. કલેકટર શ્રી ઓમપ્રકાશ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા, ડીન ડો. ગોૈરવી ધ્રુવ તથા બીજા આરોગ્ય અધિકારીઓ મોટી સંખ્યામાં આજે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મળેલી બેઠકમાં હાજર રહ્યા હતાં. આ બેઠેકમાં પીએએસએસવાય (પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) ઉપરાંત એઇમ્સ માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ બાબતે દિલ્હી ખાતે અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી પણ ચર્ચા થઇ હતી.

બેઠકમાં જણાવાયું હતું કે ૨૦૨૦માં એઇમ્સનું બાંધકામ શરૂ થઇ જશે અને બે વર્ષ બાદ એટલે કે ૨૦૨૨માં એઇમ્સ લોકાર્પણ માટે તૈયાર થઇ જશે. આવતા વર્ષે જ એઇમ્સની ૫૦ બેઠકો માટેની ખાસ સુવિધા રાજકોટ

ઉલ્લેખનિય છે કે એઇમ્સ માટે ગાંધીનગર લેવલે ધડાધડ કામગીરી શરૂ થઇ છે. પરમ દિવસે ગાંધીનગર, ખાતે રૂડા-PWD અને એઇમ્સના અધિકારીઓની મીટીંગ મળી હતી, જેમાં જામનગર રોડના પરાપીપળીયાથી ગવરીદડ અમે માલીયાસણ સુધી ૯૦ મીટરનો ૧૪ કી.મી.લાંબો રાજયનો પ્રથમ કહી શકાય તેવો ૮ લેન રોડ મંજુર કરાયો હતો, આ કામ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવ્યાનું જાહેર થયું હતું. આ ઉપરાંત ગવરીદડથી માલીયાસણ સુધી જમીનનું ડીર્માકેશન કરી-જમીન સંપાદન કરી દોઢ વર્ષમાં રસ્તો બનાવી લેવાનું ફાઇનલ કરી આ રસ્તો અમદાવાદ હાઇવે સીકસલેન સાથે જોડી દેવા અંગે પણ ફાઇનલ કરાયું હતું આ રસ્તા માટે રૂડાની જમીનનો ઉપયોગ થશે.

(3:47 pm IST)
  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • શિવસેનાની કિશોરી પેડનેકર બની નવી મેયરઃ ડે.મેયર પદ પણ શિવસેનાનેઃ સૌથી અમીર મ્યુ. કોર્પો. છેઃ ર૦૧૯-ર૦ નું રૂ. ૩૦૬૯ર કરોડનું બીએમસીનું બજેટ છેઃ ભાજપ સામે મેયરપદ માટે જોરદાર મુકાબલો થયો હતો access_time 3:51 pm IST