Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કલેકટરના મેગા કેમ્પ સંદર્ભે પૂર્વ મામલતદાર દ્વારા ઘરે-ઘરે વૃધ્ધ-વિધવા સહાયના ફોર્મ ભરવાનું શરૂ

R.K. યુનિ.ના પ૦ વિદ્યાર્થી સહિત કુલ ૧૦૦ લોકો દ્વારા ડોર ટુ ડોર સર્વે...

રાજકોટ તા. રરઃ રાજકોટ કલેકટર દ્વારા આગામી દિવસોમાં શહેરમાં વૃધ્ધ-વિધવા-નિરાધાર તથા અન્ય યોજનાઓ અંગે અરજદારો માટે એક મેગા કેમ્પનું આયોજન કરાયું છે. આ અંગે સર્વે શરૂ કરી દેવા-લોકોના ફોર્મ ભરાવા દરેક મામલતદારોને સુચના અપાઇ છે.

આ સંદર્ભે પૂર્વ વિસ્તારના મામલતદારશ્રીએ પોતાના વિસ્તારમાં આજથી R.K. યુનિ.ના પ૦ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૦૦ જેટલા લોકોની મદદથી ડોર ટુ ડોર સર્વે કરી વિધવા-વૃધ્ધ-નિરાધાર કે જેઓ ખરેખર સહાયને લાયક છે, તેમને ફોર્મ ભરાવાનું શરૂ કરી દીધું છે.આ વિસ્તારોમાં કૂબલીયાપરા, લાખાજીરાજ સ્ટેશન વિસ્તાર, શીવાજીનગર, ભગવતીપરા, ગંજીવાડા વિગેરેનો સમાવેશ થાય છે.

(3:30 pm IST)