Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ભીનો-સુકો કચરો અલગ-અલગ રાખવા માટે ખાસ જનજાગૃતિ અભિયાનમાં વેતન આપોઃ આંગણવાડીના બહેનોનો વિરોધ

રાજકોટઃ આગામી ડિસેમ્બર મહિનામાં દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ એટલે કે સ્વચ્છતા માટે સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થાઓએ કરેલી વ્યવસ્થા, કચરાના નિકાલ માટે કરેલી વ્યવસ્થા વગેરેનું સર્વેક્ષણ કરી જે તે શહેરને સ્વચ્છતાનો ક્રમાંક આપવાની સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે રાજકોટ કોર્પોરેશને આ સ્પર્ધામાં અગ્રતા ક્રમ મેળવવા કમરકસી છે અને આ માટે આગામી દિવસોમાં હાથ ધરાનાર સ્વચ્છતા સર્વેક્ષણનું જબ્બર અભિયાન સફળ બનાવવાનુ આયોજન કરાયુ છે. જેમાં તમામને કચરાનું વર્ગીકરણ એટલે કે લીલો-સુકો કચરો અલગ અલગ લીલા અને બ્લુ કલરની કચરા પેટીમાં એકત્રીત કરવા માટે લોકોને ઘરે ઘરે જઈ અને સમજાવવાની કામગીરી કોર્પોરેશનનાં કર્મચારી, આંગણવાડીના બહેનો સહિતનાં ૧૨૦૦ લોકોને સોંપવામાં આવી છે ત્યારે આંગણવાડીનાં બહેનોએ આ જાગૃતિ અભિયાનમાં જોડાવવા વેતનની માંગ કરી વિરોધ કર્યો હતો અને તેઓએ જણાવ્યુ હતુ કે, વેતન નહિ આપવામાં આવે તો આ અભિયાનમાં નહિ જોડાવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઉપરરોકત તસ્વીરમાં આંગણવાડીનાં બહેનો નજરે પડે છે.

(4:33 pm IST)