Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મગફળી માટે રેવન્યુ કર્મચારીઓએ કામ કરવાની ના પાડતા કલેકટર તંત્ર ધંધે લાગ્યું: અર્ધો ડઝન બીજી કચેરીમાંથી ઓર્ડરો

ખેતીવાડી-બહુમાળી-આરટીઓ સહિત ૫૦ કર્મચારી લેવાશેઃ ૧૦ તલાટીઓને પણ મગફળી માટે હુકમો

રાજકોટ તા.રરઃ મગફળી ખરીદી પ્રક્રિયામાં આજ સાંજથી રાજકોટ સહિત રેવન્યુ કર્મચારીઓ-નાયબ મામલતદારોએ કામ કરવાની ના પાડી દેતા રાજકોટ કલેકટર તંત્ર જિલ્લા પુરવઠાતંત્રને સવારથી ભારે દોડધામ થઇ પડી છે.પરિણામે કલેકટરે સુચના આપતા એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠાતંત્રે વિવિધ ૬ થી ૭ સરકારી કચેરીઓમાંથી કલાર્ક-નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓના ઓર્ડરો કાઢયા હોવાનું જાણવા મળે છે.સવારથી પુરવઠાના ઇન્સ્પેકટરો ધંધે લાગી ગયા છે, ખેતીવાડી, બહુમાળી, આરટીઓ સહિતની જુદી-જુદી કચેરીઓમાંથી ૫૦ થી વધુ કર્મચારીઓ લેવા માટે કલેકટરને રીપોર્ટ કરાયો છે.સુત્રોએ ઉમેર્યુ હતું કે આ ઉપરાંત ૧૦ તલાટીઓના પણ મગફળી કામગીરી માટે ઓર્ડરો કરાયા છે, જેમાં રાજકોટ તાલુકા ઉપરાંત દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ મામલતદાર કચેરીઓના તલાટીઓનો સમાવેશ થાય છે.

(4:15 pm IST)