Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

દારૂ-જુગારના ધંધાર્થીઓની હિજરતઃ ક્રિકેટમાં ID પ્રથા !

રાજકોટ શહેર પોલીસની ''લાલઆંખ''થી દારૂના ભાવમાં ''ભડકો'': ૧૬૦ થી રરપ ની ''પાર્ટી સ્પેશ્યલ''બોટલના લેવાય છે રૂ. ૧૬૦૦ : જુગારના બુકીઓએ અન્ય શહેરો ત્થા ગોવા, મુંબઇ, દુબઇ તરફ ધંધા ખસેડયા ! પંટરોને ફલાઇટ ટીકીટ, ખાવા-પીવા-રહેવાની જાજરમાન સુવિધાઓ વિનામૂલ્યે !!

રાજકોટ તા. રર : રાજકોટ શહેરમાં છેલ્લા છએક માસથી દારૂ-જુગારની પ્રવૃતિઓ પર પોલીસની લગામ છે. જુગારના ધંધાર્થીઓએ પોતાના અનેકવિધ  મૂંઝવતા પ્રશ્નોના કારણે રાજયના અન્ય શહેરો તથા મુખ્યત્વે ગોવા, મુંબઇ અને દુબઇ તરફ નજર દોડાવી મોરચો ત્યાં ખસેડયો છે. તો દારૂના ધંધાર્થીઓ પણ રાજકોટ શહેરની હદ બહાર છાનાપૂણે ધંધો કરી રહ્યા છે દારૂની પ્રવૃતિ સામે પોલીસની લાલાઆંખથી શહેરમાં દારૂના ભાવમાં ભારે ભડકો થયો છે. હરીયાણા  બ્રાન્ડની પાર્ટી સ્પેશ્યલ બ્રાન્ડ દારૂની બોટલનો ભાવ રૂ.૧૬૦ છે તે છેલ્લા ગઇકાલે રાત્રે રાજકોટમાં રૂ.૧૬૦૦ માં વેંચયાની ચોંકાવનારી ચર્ચા થઇ રહી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની બદલી પહેલાથી જ પોલીસ અને દારૂ-જુગારના ધંધાર્થીઓ વચ્ચેની પકડમૂ પકડીથી બુકીઓ બુટલેગરો રાજકોટમાંથી હિજરત કરી ગયાના અહેવાલો મળે છ.ે રાજકોટ શહેરમાં પોલીસના વલણ અનેવર્તણૂકના કારણેદારૂ-જુગારના ધધાર્થીઓ રાજકોટમાંથી રિતસરની હિજરત કરી ગયા છે.

સૌથી અગત્યની ચર્ચા તો એ છે કે જંગલેશ્વર વિસ્તારમાં મોટાભાગે દારૂ-જુગારની પ્રવૃતિમાં મોટાભાગે દુષ્કાળ પડયો નથી પરંતુ આ વખતે જોગાનુજોગ ચોમાસાની જેમ જંગલેશ્વરમાં  દારૂ-જુગારની પ્રવૃતિમાં પણ દુષ્કાળ જોવા મળે છે. જંગલેશ્વર વિસ્તારના પ્યાસીઓ પણ મવડી પ્લોટ તરફ નજર દોડાવી રહ્યાની આશ્ચર્યજનક ચર્ચા થઇ રહી છ.ે

ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસની હદમાં હાલ પોલીસનું વલણ પણ કડક છે અને પોલીસની ''લાલઆંખ'' થી બુકીઓ ત્થા બુટલેગરો પણ નારાજ દેખાઇ રહ્યા છે. શહેરમાં પોલીસ તંત્રની જાણ બહાર છાનાખૂણે દારૂના ધંધાર્થીઓ નાની-મોટી દારૂ-જુગારની પ્રવૃતિઓ કરી રહ્યા છે અને કયારેક કયારેક પોલીસની ઝપટમાં પણ આવી જતા હોય છે.

દારૂના પ્યાસીઓ માટે તો પરમીટ શોપ ઉપર પણ દારૂ મોંઘો અને મૂકત બજારમાં પણ પોલીસની ધોંસના કારણે દારૂનો ભાવ આસમાનને આંબી રહ્યો છે. છૂટક કે એકલદોકલ દારૂના ધંધાર્થીઓને બખ્ખા થઇ ગયા છ.ે જો કે ધંધો પણ જોખમી તો  છે જ તીનપતિ સહિતના જુગાર તથા ઘોડીપાસાના ધંધાર્થીઓ માટે છેલ્લા એકાદ વર્ષથી શહેરમાં વાતાવરણ જોખમી અને મોંઘુ બનતા બુકીઓ રાજકોટમાં ધંધો કરવાથી દૂર થયા છે અને અન્ય શહેરો ઉપરાંત ખાસ કરીને ધંધો ગોવા, મુંબઇ તથા દુબઇ તરફ ખસેડયો છે. ગોવામાં બુકીઓ માટે સૌથી વધુ મોકળુ મેદાન છે. ઉપરાંત સુવિધાઓ પણ ત્યાં ખાસમખાસ મળી રહી છે.

જુગારના પંટરોને બુકીઓ આકર્ષક પેકેજ પણ આપી રહ્યાનું જાણવા મળે છ. ફલાઇટ ટીકીટ ખાવા-પીવા રહેવા ઉપરાંત અનેકવિધ વજધારાની ખાસ સગવડો પણ ઉપલબ્ધ કરાઇ રહ્યંનું પંટરોમાં ચર્ચાય છે.

રાજકોટમાં એમસીએકસ, ડબ્બા, ઉપરાંત ક્રિકેટનો જુગાર રમવાવાળાઓનો પણ મોટો સમૂદાય છે. આવા જુગાર તો હવે આઇ.ડી. પ્રથાના કારણે ખૂબજ સલામત બની ગયો છે. બુકીઓ પોતાના ગ્રાહકોને આઇ.ડી. આપીને જુગાર રમવાની મર્યાદા પણ બાંધી દયે છે અને મોબાઇલ પર કોલ કરીને દાવ લગાડવાના બદલે હવે આઇ.ડી. પર મેસેજ દ્વારા જ સોદાઓ થઇ રહ્યા છે.

જોકે આવા જુગાર પર પણ પોલીસની ચાંપતી નજર હોય જ છે, પરંતુ મેનેજ થઇ જતું હોવાનું મનાય છે.  (૬.૧૧)

રાજકોટમાં દારૂ માત્ર સવારે ૮ થી ૧૨ જ મળે

રાજકોટ તા.રરઃ રાજકોટ શહેરમાં દારૂના ધંધાર્થી અને દારૂના બંધાણી માટે ખુબ જ કપરો કાળ ચાલી રહયો છે. અનેકવિધ કારણોના પરિણામે પોલીસતંત્ર દારૂના ધંધાર્થીઓ ઉપર ઘોંસ બોલાવતા હોય દારૂના ભાવ તો આસમાને પહોંચ્યા છે. પરંતુ છાનેખુણે ચાલતા દારૂના ધંધામાં ડર અને પાબંધી પણ આવી ગયા છે. શહેરમાં હાલ દારૂ માત્ર સવારે ૮ થી ૧૨ દરમ્યાન જ મળે છે. સાંજે પીવો હોય તો આગોતરૂ આયોજન કરવાનો સમય આવ્યો છે.

ગેરકાયદે દારૂનો ધંધો માત્ર સવારે ૮ થી ૧૨ દરમ્યાન જ ચોરીછુપીથી ચાલે છે. તે માટે કારણ પણ એવું છે કે રાત્રે પેટ્રોલીંગ કરીને સવારે બારેક વાગ્યે પોલીસતંત્ર ફરી ઓફીસમાં કે રસ્તા ઉપર ચેકીંગમાં કાર્યરત થાય એ પહેલા નાના-નાના દારૂના ધંધાર્થીઓ પોતાનું કામ નિપટાવી લેતા હોય છે. બંધાણીઓમાં ચર્ચાતી વિગતો મુજબ ૧૨ વાગ્યા પછી દારૂ ગોતવો ખુબ મુશ્કેલ બની જાય છે.(૧.૨૯)

પંજાબ, હરીયાણા અને રાજસ્થાનથી ઠલવાય છે ગુજરાતમાં વિદેશી દારૂ

રાજસ્થાનમાં હાલ ચૂંટણી હોય ગેરકાયદે સપ્લાય બંધ : હાલ માત્ર પંજાબથી જ દારૂની સપ્લાય ચાલુ હોવાની ચર્ચા

રાજકોટ તા.રરઃ ગુજરાતમાં દારૂબંધી છે આમ છતા દરરોજ લાખો બોટલ પ્યાસીઓ પેટમાં પધરાવે છે. ગેરકાયદેસર દારૂ ખરીદ કરનારાઓની માંગને પહોંચી વળવા રાજયભરમાં દારૂનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. ગુજરાતમાં પંજાબ, હરીયાણા અને રાજસ્થાનની ફેકટરીઓમાંથી ગેરકાયદેસર રીતે કરોડોનો દારૂ બુટલેગરો રાજયભરમાં પહોંચાડે છે. રાજસ્થાનમાં ચૂંટણીના કારણે કડક ચેકીંગ હોય હાલ પંજાબની જ ''લાઇન'' ચાલુ છે.

દારૂના ધંધાર્થીઓમાં ચર્ચાતી વિગતો મુજબ રાજયમાં દારૂના નેટવર્કમાં મુખ્ય ત્રણ રાજયોમાંથી ગેરકાયદે દારૂનો વેપલો થાય છે. આ માટે વ્યવસ્થિત ટોળકીઓ કાર્યરત છે.

રાજસ્થાનમાં ચૂંટણી હોય હરિયાણા અને રાજસ્થાનનો દારૂ ગુજરાતમાં ઠાલવવો મુશ્કેલ બનતા માત્ર પંજાબથી જ દારૂ આવી રહયાનું મનાય છે. પંજાબથી આવતા દારૂમાં પણ બુટલેગરોએ પેટીએ રૂ. ૫૦૦નો વધારો કર્યો છે.

રાજકોટ શહેરમાં પોલીસતંત્ર દ્વારા છેલ્લા એકાદ વર્ષથી દારૂ-જુગાર ઉપર ભારે  ઘોંસ હોય રાજકોટ શહેરમાં ગેરકાયદે મળતા દારૂના ભાવોમાં ભારે ભડકો થયો છે. શહેરમાં દારૂ મળવો અને પીવો મુશ્કેલ બન્યો છે.(૧.૨૯)

 કોલેજના પ્રાંગણમાં વેચાતો દારૂ  ''પાજી''ના કોડવર્ડનો ઉપયોગ

રાજકોટ તા.રરઃ ગમે તેવી દારૂબંધી કડક થાય કે પોલીસની ગમે તેવી ઘોંસ બોલે પરંતુ અમુક વિક્રેતા તથા બંધાણીઓ વેંચવાથી કે પીવાથી બંધ થતા નથી બંધાણીઓમાં થતી ચર્ચા મુજબ હાલ પોલીસની ઘોંસ વધવા છતા શહેરની મધ્યમાં આવેલ એક કોલેજના ગ્રાઉન્ડમાં ચોક્કસ વિક્રેતાએ ભાવો તો બમણા કર્યા છે પરંતુ કાયમી ગ્રાહકો ફોન કરે અને ''પાજી''ના કોડવર્ડનો ઉપયોગ કરે તો દારૂ મળી જતો હોવાનું મનાય છે.

આ દારૂ વેંચનારે અગાઉના ભાવો બમણા જેવા કરી દીધા છે.

દારૂની બ્રાન્ડ

અગાઉના ભાવ

હાલના ભાવ

ર૪ (ઓલ્ડ મન્ક)

૬૦૦

૨૪૦૦

ટીયર્સ

૩૫૦૦

૫૦૦૦

વેટ-૬૯

૨૫૦૦

૪૫૦૦

એન્ટીકવીટી

૨૦૦૦

૩૫૦૦

(4:08 pm IST)