Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ડેપ્યુટી મેનેજરના હોદા ઉપર ફરજ બજાવતા કર્મચારી કામદાર ગણાય નહિં

નોકરીમાં પુનઃ સ્થાપિતનો કેસ રદ કરતી લેબર કોર્ટ

રાજકોટ તા ૨૨ : ડેપ્યુટી મેનેજર ના હોદા પર ફરજ બજાવતા કર્મચારી કામદાર ગણી શકાય નહીં. સૌરાષ્ટ્ર સીમેન્ટ રાણાવાવમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રમયોગીનો પુનઃસ્થાપીત કરવાનો કેસ મજુર અદાલત જુનાગઢે રદ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છેકે, સૌરાષ્ટ્ર સિમેન્ટ રાણાવાવ ખાતે ડેપ્યુટી મેનેજર પર્ચેઝ તરીક ેફરજ  બજાવતા  શૈલેષ નગીનદાસ શાહ દ્વાર તેઓને છુટા કરવાના પગલાને પડકારતા મજુર અદાલત જુનાગઢ સમક્ષ પુનઃસ્થાપિત થવા વિવાદ ઉપસ્થિત કરેલ હતો.

બંન્ને પક્ષોની  રજુઆતો તેમજ કેસમાં પડેલ મોૈખિક તેમજ દસ્તાવેજી પુરાવા તેમજ રજ ુ થયેલ વિવિધ વડી  અદાલતોના ચુકાદાઓ ધ્યાને લીધા બાદ  જુનાગઢ શ્રમ અદાલત નં.ર ના પ્રમુખ અધિકારી દ્વારા સામાવાળા સંસ્થા તરફે રજુ થયેલ ગુજરાત હાઇકોર્ટ ડીવીઝન બેંચના બરોડા રેઓન કોર્પોરેશન લી. ના ચુકાદો વંચાણે લઇ એવા તારણો આપવામાં આવેલ કે , અરજદારે તેઓની ફરજ માત્ર કલેરીકલ કામની હોવાનું હકીકત પુરવાર કરેલ ન હોય અને તેઓની નીચે સ્ટોલ રીસીપ્ટ અને બીલ પાસીંગના કલેરીકલ  સ્ટાફ કામ કરતા હોય તે સંજોગોમાં અરજદાર મેનેજરીયલ કે એડમીસ્ટ્રેટીવ કેપેસીટીમાં કામ કરતા હોય અરજદારનો ઓૈદ્યોગિક તકરાર અધિનીયમ કલમ-ર (એસ) મુજબ કામદારમાં સમાવેશ થતો ન હોય અરદારનો કેસ આથી નામંજુર કરતો હુકમ કરેલ છે.

આ કેસમાં સૌરાષ્ટ્ર સીમેન્ટ રાણાવાવ તરફે એડવોકેટ એસ.બી.ગોગીયા એસોસીએટસ એડવોકેટસ ના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી અનિલ એસ. ગોગિયા, શ્રી પ્રકાશ એસ. ગોગિયા (ગુજ. હાઇકોર્ટ) તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલ હતા.

(4:06 pm IST)