Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ચાતુર્માસ એટલે ધૈર્યતા અને સહનશિલતાના સંસ્કારથી આત્માને સંસ્કારિત કરવોઃ પૂ. પારસમૂનિ

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ. સાહેબે ચાતુર્માસ પાખીના દિને જણાવેલ કે વર્ષાની મોૈસમને  ચાતુર્માસ કહેવામાં આવે છે. અર્થાત ચોમાસુ કહેવામાં આવે છે. સુર્યનું આર્દ્રાનક્ષત્રથી સ્વાતિનક્ષત્ર સુધીનું ભ્રમણ વર્ષાવાસ ગણાય.

વર્ષાવાસમાં ધૈર્યતાનો અભ્યાસ કરવામાં આવે છે. ચાતુર્માસનો સમય સ્વાધ્યાય અને અભ્યાસ નો સમય છે. ધૈર્યતા નો અભ્યાસ સૃષ્ટિમાં વિશ્વાસ પ્રગટાવે છે. જે ધૈર્ય ખોવે છે તે બધુ ખોવે છે. જે માણસના જીવનમાં ધૈર્યતા નથી તેનું ઁજીવન પશુ સમાન છે.

ભારત વર્ષ વૈવિધ્યપૂર્ણ કલ્ચર અને સમૃધ્ધ વારસાથી ભર્યુ છે. ૨૯ રાજયોમાં રર ભાષા અને ૧૬૦૦ બોલીઓ એ ભારત દેશની વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે. ભારતીયો દિવાળી, ઇદ,પર્યુષણપર્વ, નવરાત્રિ, ક્રિસમસ, વગેરે બધા તહેવારો ખુબ ઉત્સાહથી ઉજવે છે.

વર્ષાકાળ આપણી સહનશીલતા ને સંસ્કારિત કરવા આવે છે. સંતોષ અને શીલ ધર્મની શિક્ષા આપવા આવે છે. ધરતીપર કરોડો-અબજો બીજ વર્ષાની રાહ જુએ છે, ચાતક પક્ષી સ્વાતિનક્ષત્રમાં વર્ષાની રાહ જુએ છે. વર્ષા એ પ્રકૃતિની કસોટી છે. વર્ષા ધૈર્યતાનો ગુણ વિકસાવે છે, ધૈર્યતા પરિગ્રહ સંજ્ઞાને રોકે છે, અપરિગ્રહ તરફ અગ્રેસર કરે છે. અપરિગ્રહની ભાવના જ આપણી સામુહિક ચેતનાનો આધાર છે.

શાસ્ત્રકારો કહે છે કે કારતક પૂનમના સ્કંધ મહોત્સવ હોવાથી પૂનમ અને પ્રતિપદા અસ્વાધ્યાય હોય છે. ચાતુર્માસ પૂર્ણાહૂતિ ના અવસરે પૂ. ગુરૂદેવે સર્વ શ્રાવક-શ્રાવિકા - સંકલ સંઘની ક્ષમાપના કરેલ

(3:21 pm IST)