Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બજરંગ મિત્ર મંડળ અને રોકડીયા હનુમાનજી ગરબી મંડળના આગેવાનોએ આશીકાને ન્યાઝે હુસૈન સબીલ કમીટીની લીધેલ મુલાકાત

જશ્ને ઇદે મીલાદુનબી પ્રસંગે આગેવાનો અને ધાર્મિક સંસ્થાના આગેવાનોએ આશીકાને ન્યાઝે હુસૈન સબીલ કમીટી (ખાટકીવાડ, સદર) મુલાકાતો લીધી હતી અને જણાવેલ હતું કે, આજ રાજકોટની આન, બાન અને શાન છે એટલે જ રાજકોટને કોમી એકતા અને ભાઇચારાનું બિરૂદ્વ મળેલ છે. બજરંગ મિત્ર મંડળના મંત્રી અને ટ્રસ્ટીઓએ લીધેલ મુલાકાતમાં કે.ડી.કારીયાએ જણાવેલ હતું કે, બજરંગ મિત્ર મંડળ પણ પોતાના ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ કોઇપણ કોમનો હોય, નાત-જાતના ભેદભાવ વગર અનાજનું વિતરણ કરે છે અને વિનામુલ્યે મેડીકલ સહાય પણ આપે છે. આમ બજરંગ મિત્રમંડળ પુરા રાજકોટ શહેરમાં એક આગવું નામ છે અને મર્હુમ ગનીબાપુની જુની યાદો તાજી કરેલ હતી કે ગનીબાપુ પણ પોતાની આગવી સેવાઓ માટે મશહુર હતા. રોકડીયા હનુમાનજી ગરબી મંડળના પ્રમુખ રાજુભાઇ રાઠોડએ પૈગમ્બર સાહેબ વિશે વાતો કહેલ હતી અને શેરો, શાયરી કરેલ હતી. સાથે હબીબભાઇ કટારીયાએ પણ ધાર્મિક શાયરીઓ કરીને લોકોને ખુશ કરી દીધા હતા. ડો.આર.જે.કડીવારે જણાવેલ હતું કે, મને તો માનવામાં નથી આવતું કે આશીકાને ન્યાઝે હુસૈન સબીલ કમીટી રસુલેપાકની બાર દિવસ ન્યાઝ દરરોજ કરે છે. કમીટીના દરેક આગેવાનો અને કાર્યકરોને મુબારકબાદી આપેલ હતી. બજરંગ મિત્ર મંડળના મંત્રી કે.ડી.કારીયા, ટ્રસ્ટી જે.ડી.ઉપાધ્યાય, રોકડીયા હનુમાનજી ગરબી મંડળના રાજુભાઇ રાઠોડ, ધનસુખભાઇ રાઠોડ, સંજયભાઇ વાઘેલા, વિજયભાઇ વાગડીયા, સાગરભાઇ સોલંકી, રાજુભાઇ કોળી, કપીલભાઇ ગોમાટ, રમેશભાઇ રાઠોડ, બલવંતભાઇ રાઠોડ, રાજેશભાઇ સોલંકી, રાહુલભાઇ રાઠોડ, જાહીદભાઇ ચૌહાણ વગેરેએ હાજરી આપેલ હતી. આશીકાને ન્યાઝ હુસેન સબિલ કમીટીના પ્રમુખ મહેબુબભાઇ અબાભાઇ બેલીમ, હબીબભાઇ ગનીબાપુ કટારીયા, રસીદખાન પઠાણ, ફારૂકભાઇ શેખ, હાજી હુસૈનભાઇ માંડરીયા, ઇકબાલભાઇ હાજી કરીમભાઇ, રફીકભાઇ ચૌહાણ, ઇસ્માઇલભાઇ ગુલાભાઇ, મહમદભાઇ સમા, દાઉદભાઇ ચૌહાણ, અફઝલભાઇ ચૌહાણ, સલીમભાઇ દલવાણી, હાજી ઇસ્માઇલભાઇ કુરેશી વગેરેએ પોતાની આગવી સેવાઓ આપેલ છે. પ્ર.નગર ડી.સ્ટાફના પી.એસ.આઇ એમ.જે.રાઠોડ હસ્તે ગણેશજીની મૂર્તિ આપીને રોકડીયા હનુમાનજી ગરબી મંડળના આગેવાને આવકારેલ હતા તે તસ્વીરમાં નજરે પડે છે.

(3:21 pm IST)