Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પડધરી ટોલનાકા પાસે ડમ્પર પાછળ ઇકો અથડાતાં પાંચને ઇજાઃ એક ગંભીર

રાજકોટઃ પડધરી ટોલનાકા નજીક ડમ્પર પાછળ ઇકો કાર અથડાતાં કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા પડધરીના વિમાસણ ગામના પ્રેમજી ગોવિંદભાઇ વણોદ (ઉ.૩૫), જામનગરના રિન્કુ વિનયભાઇ (ઉ.૨૦), સિક્કાના સાગર સુરેશભાઇ રામાવત (ઉ.૩૨), રાજકોટ બાલાજી હોલ પાસે રહેતાં ભાવિક ગાધેરા (ઉ.૨૬) અને જામનગરની વરતીકા ગુલાબભાઇ તિવારી (ઉ.૨૦)ને ઇજાઓ થઇ હતી. જેમાં એકને ગંભીર ઇજા પહોંચી હતી. ૧૦૮ મારફત તમામને પડધરી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે પડધરી પોલીસને જાણ કરી હતી.

(3:20 pm IST)