Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ત્રિકોણબાગ પાસેથી પકડાયેલ મસાજ પાર્લરની છ યુવતિની જામીન અરજી મંજુર

ધ ફોરેર્ન્સ એમેડમેન્ટના ગુનામાં સંડોવાયેલ અને

રાજકોટ તા. રરઃ અત્રે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.વી. શાખરા એ પીકવેલનેશ એન્ડ હેલ્થધેર, ત્રિકોણબાગ ખાતે આવેલ સ્પામાં વિદેશી યુવતી વિઝાનો ભંગ કરી કામ કરતી હોય તેવી બાતમી મળતા ઉપરોકત સ્થળે રેડ કરતાં સંચાલક (૧) સાગર મદનલાલ વિશ્વકર્મા તેમજ થાઇલેન્ડની છ યુવતિઓ (ર) જુથામાસ ઓનકેવ, (૩) પીસામય ચોથખામી, (૪) સુપાતરા તાથંગ, (પ) નાપાસો માસોનો, (૬) પછારી વોગખામ, (૭) સરીનરથ છારૂનખીયાનનોછુક વાળાઓની ધ ફોરેર્ન્સ એમેડમેન્ટ એકટ ર૦૦૪ ની કલમ ૧૪(બી) (સી), ૧૪(સી) મુજબ ધરપકડ કરી ગુનો દાખલ કરેલ હતો. જે તમામ યુવતિને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.

ત્યારબાદ ઉપરોકત સાતેય આરોપીએ પોતાના એડવોકેટ અમિત એન. જનાણી મારફત નામદાર કોર્ટમાં જામીન અરજી ગુજારેલ. જેમાં સરકારી વકીલશ્રીએ આરોપી ભારત બહારના હોય અને નાસી ભાગી જાય જેથી ટ્રાયલમાં વિલંબ થોાય તેમ હોય તેમજ ટુરીસ્ટ વિઝા પર આવેલ હોય નોકરી કરતાં હોય ગુનાની ગંભીરતા ધ્યાને લઇ જામીન અરજી રદ કરવા જણાવેલ. જે કામે પોતાના એડવોકેટે દલીલમાં જણાવેલ કે આ કામે ફરીયાદ જોતા સદર ગુનામાં મહતમ સજા ૮ વર્ષની છે. તેમજ જામીન અરજી નકકી કરતી વખતે આરોપી કેસની કાર્યવાહી વખતે હાજર રહેશે કે કેમ તે જોવું અત્યંત આવશ્યક છે. જયારે આ કામે આરોપી નં. ર થી ૭ ના પાસપોર્ટ પોલીસે કબજે લીધેલ છે જેથી તેઓ પોતાના દેશમાં પરત જઇ શકે તેવી કોઇ શકયતા નથી. તેમજ આરોપી નં. ૧ સ્થાનિક છે તેમ ર થી ૭ નાઓ સ્ત્રી છે તેમજ આ કામના એકપણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી તે અમલદારે પણ જણાવેલ છે.

આ કામના આરોપીઓ નામ. કોર્ટ જ ેટલી રકમના જામીન કહે તેટલી રકમના જામીન આપવા તૈયાર હોય તેમજ હાલના ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઇ ધ્યાને રાખી હાલના પ્રિટ્રાઇલ સ્ટેજે આરોપીને જેલમાં રાખવાથી ન્યાયનો હેતુ સર થાય તેમ ન હોય અને હાલની ગુનાની ટ્રાયલ શરૂ થવામાં સમય જાય તેમ હોય આરોપીને પ્રિટ્રાય પનીશમેન્ટ આપી શકાય નહીં. આરોપીઓ બધી શરતોનું પાલન કરવા તૈયાર હોય અને તેનાથી ન્યાયનું ક્ષેત્ર જળવાઇ તેમ હોય જેથી જામીન પર મુકત કરવા અરજ ગુજારેલ.ઉપરોકત દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે ઉપરોકત સાતેય આરોપીઓને પ્રત્યેકને રૂ. રપ,૦૦૦/- ના શરતી જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં આરોપી વતી એડવોકેટ અમિત જનાણી, કિશન વાલવા, માધવ પરમાર, સંદિપ જેઠવા રોકાયેલ હતા.

(3:19 pm IST)