Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

૨૫મીએ 'મીટલેસ-ડે' મનાવો : વાસવાણી સ્કુલની છાત્રાઓની રેલી

રાજકોટ : સાધુ ટી એલ વાસવાણીજીના ૧૩૯માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સાધુ વાસવાણી સ્કુલ ફોર ગર્લ્સ, સાધુ વાસવાણી માર્ગ ખાતે મીટલેસ ડે નિમિતે શહેરના ટ્રાફીક સિગ્નલ ઈન્દીરા સર્કલ ખાતે વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોએ ૨૫મીના રવિવારે ''મીટલેસ - ડે'' મનાવવા શહેરીજનતાને વિનંતી કરેલ. આ પ્રસંગે શાસકપક્ષના દંડક નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, શ્રી આશીષભાઈ વાગડીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા હાજર રહેલ.

(3:18 pm IST)