Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વેરાવળની શિક્ષિકા પ્રિયાબેન પર ચારિત્ર્ય બાબતે શંકા કરી રાજકોટમાં પતિ-સાસુનો ત્રાસ

રાજકોટ રહેતો પતિ આશીષ ઠક્કર અને સાસુ ચંદ્રિકાબેન સામે ગુનો

રાજકોટ, તા. રર : ગીર સોમનાથના વેરાવળમાં માવતરના ઘરે રહેતી શિક્ષિકાને ઘરકામ અને ચારિત્ર્ય બાબતે શંકા કરી રાજકોટ રોયલ પાર્કમાં રહેતા પતિ અને સાસુ ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગીરસોમનાથ-વેરાવળમાં વિવેકાનંદ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા પ્રિયાબેન આશિષભાઇ ઠક્કર (ઉ.વ.૩૬) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં રાજકોટ કાલાવડ રોડ પર રોયલ પાર્ક સોસાયટી શેરી નં.પમાં રહેતો પતિ આશિષ ડાયાલાલ ઠક્કર અને સાસુ ચંદ્રીકાબેન ડાયાલાલ ઠક્કરના નામ આપ્યા છે. પ્રિયાબેન ઠક્કરે ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે હાલમાં વેરાવળ માવતરના ઘરે રહેછે અને પ્રિન્સેસ લોયર કે.જી. સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે પોતાના પંદર વર્ષ પહેલા રાજકોટમાં રહેતો આશિષ ઠક્કર સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન પોતાને સંતાનમાં પુત્રની પ્રાપ્તી થઇ હતી. લગ્ન બાદ મને એકાદ વર્ષ પતિ અને સાસુ-સસરાએ સારીરીતે રાખેલ ત્યારબાદ સાસુ ઘરકામ અને લગ્ન વખતના કરીયાવર બાબતે મને અવાર-નવાર મેણાટોણા મારતા અને કહેતા કે, 'તને કંઇ કામ કે રસોઇ આવડતી નથી તેમજ અમારી શેરીમાં પણ વાતો કરતા કે અમારી વહુ ચારિત્ર્યહિન છે અને તેને કોઇની સાથે લફરૂ હોઇ તેમ મને લાગે છે ? તેવી વાતો કરી ચારિત્ર્ય ઉપર શંકા કરતા અને પતિ ઘરે આવે ત્યારે કાનભંભેરણી કરતા હતા, જેથી પતિ પણ મને ગાળો આપી માર મારતા અને ગર્ભાવસ્તામાં પણ સંભાળ રાખતા નહીં, ત્યારબાદ પુત્ર આર્યનનો જન્મ થયા બાદ ઘરમાં નોકરાણીની જેમ કામ કરાવતા હતા અને પતિ પોતાના ધંધા પર જાય ત્યારથી વારંવાર મને ફોન કરી પોતે શું કરે છે' તે જાણવા ફોન કરતા હતાં અને છેલ્લા બે મહીનાથી પતિને મારી પાસેથી છૂટાછેડા જોઇતા હોઇ તેથી પતિ અને સાસુ છૂટાછેડાના કાગળોમાં સહી કરી આપવા માટે દબાણ કરી ઢીકાપાટુનો માર મારી શારીરિક માનસીક ત્રાસ આપતા હતા. ત્યારબાદ આ બાબતે માતા-પિતાને જાણ કરતા પરિવારજનો પોતાને વેરાવળ તેડી આવ્યા હતા. આ અંગે પ્રિયાબેને મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એમ.ડી. વીઠલપરાએ તપાસ હાથ ધરી છે.

(3:01 pm IST)