Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વર્ષો બાદ લોન ટેનીશમાં અંડર-૧૪ માં રાજકોટની દિકરીએ મેદાન માર્યુઃ બ્રોન્‍ઝ મેડલ

સ્‍ટેટ ખેલ મહાકુંભમાં જબરી રમત દાખવીઃ નાની ઉંમરે પ્રિયા સ્‍ટેટ-નેશનલ કક્ષાએ ઝળકી ઉઠી છે

લોન ટેનીશમાં મેદાન મારનાર પ્રિયાંશી ચૌહાણ પોતાના કોચ સમીરસર-પાંડેસર સાથે નજરે પડે છે.

રાજકોટ તા. રર :.. લોન ટેનીસની રમતમાં માત્ર ૧ર થી ૧૩ વર્ષની ઉંમરે રાજય તથા રાષ્‍ટ્રીયકક્ષાએ, મેડલ મેળવી નામના મેળવનાર પ્રિયાંશી ચૌહાણે ખેલ મહાકુંભમાં વધુ એક સિધ્‍ધિ મેળવી રાજકોટ અને સૌરાષ્‍ટ્ર - કચ્‍છનું નામ રોશન કરી ચાર ચાંદ લગાવી દિધા છે.

તાજેતરમાં ખેલમહાકુંભ અંતર્ગત રાજયકક્ષાની અન્‍ડર-૧૪ ટેનીસ સ્‍પર્ધા યોજાઇ હતી, તેમાં આઇસીઆઇસીઆઇ બેન્‍કના ઓફીસર શ્રી ગીરીશ ચૌહાણની સુપુત્રી પ્રિયાંશીએ રમતનું જબરૂ પ્રદર્શન કરી બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો હતો.

અત્રે એ નોંધનીય છે કે લોન ટેનીશમાં  રાજકોટની દિકરીએ આટલા વર્ષોમાં પ્રથમ વખત મેદાન માર્યુ હતું. તેમના કોચ સમીરસર અને પાંડેસરે નાની એવી પ્રિયાંશીને વધાવી લીધી હતી, માતા કાજલ ચૌહાણની આંખમાંથી હર્ષના અશ્રુ વહેલા લાગ્‍યા હતાં, બેન્‍ક ઓફીસર મામા તથા અન્‍યોએ પણ પ્રિયાંશીને શુભેચ્‍છા પાઠવી હતી, પ્રિયાંશીને હવે દર મહિને રોકડ પુરસ્‍કાર રૂપે એકસલન્‍ચી જાહેર કરાયું છે.

 

(12:49 pm IST)